Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 12 January 2025
webdunia

Auto Expo 2018 - આવી છે ધમાકેદાર ઈલેક્ટ્રોનિક સુપર બાઈક Emflux One(See Video)

Auto Expo 2018 - આવી છે ધમાકેદાર ઈલેક્ટ્રોનિક સુપર બાઈક Emflux One(See Video)

સંદિપસિંહ સિસોદિયા

નવી દિલ્હી. , ગુરુવાર, 8 ફેબ્રુઆરી 2018 (14:20 IST)
ઓટો એક્સપોમાં એકથી એક ચઢિયાતી ઈલેક્ટ્રોનિક સુપર બાઈક રજુ થઈ રહી છે. Emflux One એક ઈલેક્ટ્રિક સુપરબાઈક છે. ફીચર્સની વાત કરીએ તો તેમા ડ્યૂલ ચેનલ એબીએસથી યુક્ત બ્રેમ્બો બ્રેક્સ, સિંગલ સાઈડેડ સ્વિંગઆર્મ, ઓહલિંસ સસ્પેંશન અને આર્ટિફિશિયલ ઈંટેલિજેંસથી યુક્ત ફુલી કનેક્ટેડ ડૈશબોર્ડ વગેરે હાઈટેક ફીચર્સ આપવામાં આવ્યા છે. જુલાઈ 2018માં આ બાઈકના પ્રી.-ઓડર્સ શરૂ થઈ જશે. 
webdunia
એપ્રિલ 2019માં તેની ડિલિવરીઝ શરૂ થઈ જશે. એમફ્લક્સ વનની ટૉપ સ્પીડ 200 કિલોમીટર પ્રતિ કલાક છે.  આ બાઈક 0થી 100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ માત્ર 3 સેકંડ્સમાં પકડી લે છે. તેની મોટર 71 બીએચપીનો પાવર અને 84 ન્યૂટન મીટરની પીક ટૉર્ક જેનરેટ કરે છે. આ બાઈકને પૂરી રીતે એમ્ફ્લક્સ મોટર્સે ડિઝાઈન કર્યુ છે. 
webdunia
ભારતમાં એકવાર લોંચ થયા પછી Emfluxની કિમંત 5.5થી 6 લાખ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે.  તેને બેંગલુરૂ, નવી દિલ્હી અને મુંબઈ સ્થિત કંપનીના એક્સપીરિયંસ સેંટર્સ પર પણ શોકેસ કરવામાં આવશે.  તેને ઓનલાઈન ખરીદી શકાશે.  આ બાઈક ઉપરાંત કંપની એમ્ફ્લક્સ ટૂ પર પણ કામ કરી રહી છે.  આ એક નેક્ડ સ્ટ્રીટ બાઈક રહેશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Auto Expo 2018 - ચલાવો ઈલેક્ટ્રિક સ્કૂટર, બેટરી ચાર્જ કર્યા પછી ચાલશે 80 કિમી.