Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વધતા ભાવની ચિંતા છોડો...આવી રહી છે પેટ્રોલ-ડીઝલ વગરની ગાડીઓ

વધતા ભાવની ચિંતા છોડો...આવી રહી છે પેટ્રોલ-ડીઝલ વગરની ગાડીઓ

સંદિપસિંહ સિસોદિયા

, ગુરુવાર, 8 ફેબ્રુઆરી 2018 (12:43 IST)
ઓટો એક્સપો 2018માં ડીઝલ પેટ્રોલના વધતા ભાવ અને પર્યાવરણ માટે ઈલેક્ટ્રિક કે હાઈબ્રિડ કારનુ જોર જોવા મળ્યુ. પહેલા દિવસે પેટ્રોલ ડિઝલ વગરની ગાડીઓની ધૂમ રહી.
 
ગ્રેટર નોએડામાં થઈ રહેલ એશિયાના સૌથી મોટા ઑટો શો માં મારુતિ, હ્યુંડઈ, Kia મોટર્સ, હોંડા સહિત 100 કંપનીઓ પોતાની 300થી વધુ ગાડીઓ પ્રદર્શિત કરવા જઈ રહી છે. ઈવેંટના પ્રથમ દિવસે બધી કંપનીઓએ પર્યાવરણના હિતમાં ગ્રીન કે બ્લ્યૂ તકનીકનુ પ્રદર્શન કરતા ઈકોફ્રેંડલી વાહન રજુ કર્યા. 
webdunia
જ્યા મારૂતિએ FutureS તો બીજી બાજ હ્યુંડઈએ વ્યાજબી એલીટ આઈ 20 અને હાઈબ્રિડ આઈકોનિકને લોન્ચ કર્યુ. ટાટા મોટર્સ પણ પાછળ ન રહ્યુ. ટિયાગો અને ટિગોરના ઈલેક્ટ્રોનિક વર્જન રજુ કર્યા. 
webdunia
ફાંસની ઓટો કંપની રેનોએ પોતાની ઈલેક્ટ્રોનિક કોન્સેપ્ટ કાર ટ્રેઝર અને જો ઈ-સ્પોટને શોકેસ કરી. કંપનીએ આ અવસર પર કહ્યુ કે કંપની લોંગ ટર્મના હિસાબથી નિર્ણય લેતા પહેલા દેશમાં ઈલેક્ટ્રિક વ્હીકલ્સ માટે પૉલિસી અને ઈન્ફ્રાસ્ટ્રકચર પર રોડમેપની રાહ જોઈ રહી છે. 
webdunia

 
સાથે જ મોટરસાઈકલ અને સ્કૂટર કંપનીઓ પણ પાછી રહી નથી. હીરો મોટો, હોંડા, સુઝુકી પિયાજિઓ યામાહા સહિત અનેક કંપનીઓએ પોતાન સ્કૂટર અને બાઈક શો કેસ કર્યા. જેમા અનેક ઈલેક્ટ્રિકલ અને હાઈબ્રિડ છે.  પિયાજિયોએ ઑટો એક્સપોમાં પોતાનુ વેસ્પા ઈલેક્ટ્રિકા સ્કૂટર શોકેસ કર્યુ. જે કંપનીનુ પ્રથમ ઈલેક્ટ્રિક સ્કૂટર છે. 
webdunia
બીએમ ડબલ્યૂએ પણ એક કદમ આગળ આવતા આઈ3 જે સંપૂર્ણ રીતે ઈલેક્ટ્રોનિક છે તે લોંચ કર્યુ. આ એકવાર ચાર્જ કરતા 280 કિલોમીટર ચાલે છે. આ ઉપરાંત ઈલેક્ટ્રોનિક સુપરસ્પોર્ટ્સ કાર રોડસ્ટર પણ રજુ કર્યુ જે 0 થી 100 કિલોમીટરની ગતિ 6.3 સેકંડ્સમાં મેળવી લે છે. 
 
ગ્રેટર નોએડામાં ઓટો એક્સપો 
 
9થી 14 ફેબ્રુઆરી સુધી ચાલશે. પહેલા બે દિવસ મીડિયા અને એક્ઝિબિટર્સ માટે રાખવામાં આવ્યા છે. સામાન્ય લોકો માટે આ એક્સપો 9 ફેબ્રુઆરીથી ખુલ્લો મુકાશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Ind vs SA 3rd ODI: 124 રનથી જીત્યુ ભારત, ચહલ અને કુલદીપે 4-4 વિકેટ લઈને કરી કમાલ