સરકારી ટેલિકોમ કંપની ભારતીય સંચાર નિગમ લિમિટેડ (BSNL) એ નવા વર્ષ નિમિત્તે પોતાના ગ્રાહકોને એક ખાસ ભેટ આપી છે. BSNL એ તેના એક પ્રીપેડ પ્લાનની વેલિડિટી એક મહિના સુધી લંબાવી છે અને તેના માટે ગ્રાહકો પાસેથી કોઈ વધારાનો ચાર્જ લેવામાં આવશે નહીં. આ ફેરફાર બાદ BSNLના રૂ. 2,399 રૂપિયાનો પ્લાન હવે 395 દિવસને બદલે 425 દિવસ માટે માન્ય રહેશે. આનો અર્થ એ છે કે એકવાર રિચાર્જ થઈ ગયા પછી, ગ્રાહકો કોઈપણ માન્યતાની ચિંતા વિના 14 મહિના સુધી સેવાનો ઉપયોગ કરી શકશે.
2,399 રૂપિયાના પ્લાનમાં શું મળશે?
હવે ગ્રાહકોને BSNLના રૂ. 2,399ના પ્લાનમાં પહેલા કરતા વધુ લાભ મળશે. આ પ્લાનમાં હવે 425 દિવસની વેલિડિટી અને કુલ 850GB ડેટા હશે. અગાઉ, આ પ્લાનની વેલિડિટી 395 દિવસ અને 2GB ડેટા પ્રતિ દિવસ હતો. BSNLએ નવા વર્ષ પર તેમાં વધારો કરીને એક મહિનાનો વધારાનો સમય આપ્યો છે. આ પ્લાન સાથે ગ્રાહકોને કોઈ વધારાનો ચાર્જ ચૂકવવો પડશે નહીં.