rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દાણા મેથી પાપડનું શાક (Methi dana papad Shak)

Methi dana papad Shak
મેથી દાણાનું શાક રાજસ્થાનની પારંપરિક શાકમાં છે. મેથી દાણા કેલ્શિયમ અને આયરનથી ભરપૂર હોય છે તેથી આ સાંધાના દુખાવા અને ડાઈજેશન સિસ્ટમને મજબૂત કરે છે. મેથીમાં પાપડ મિક્સ કતી આ શાક બનાવીએ છે. અમે રસ્સાવાળુ શાક તમને જણાવી રહ્યા છે. 
 
50 ગ્રામ મેથી દાણા 
2 પાપડ 
2 ટેબલ સ્પૂન તેલ 
1 ટીસ્પૂન લાલ મરી પાઉડર 
1/4 ટીસ્પૂન જીરું 
1 લીલા મરચાં 
1/4 ટીસ્પૂન આમચૂર 
ચપટી ગરમ મસાલા 
ચપટી હીંગ 
મીઠું સ્વાદ પ્રમાણે 
 
* મેથી દાણાને પલાળીને 7-8 કલાક સુધી રાખો
* પછી પાણી કાઢી લો . 
* કૂકરમાં મેથી દાણા અને એક કપ પાણી નાખી એક સીટી લગાવીને ઉકાળી લો. 
* મેથી દાણાને 2-3 વાર ઠંડા પાણીથી ધોઈ લો. 
* પાપડને શેકવું. 
* હવે પેનમાં તેલ ગરમ કરો. 
* ગર્મ તેલમાં હીંગ, જીરું અને મરચા નાખી વધાર કરો. 
* ત્યારબાદ તેલમાં મેથી દાણા અને પાપડના નાના ટુકડા નાખી દો. 
* ધીમા તાપ પર પાપડ અને મેથી દાણાને 5 મિનિટ સુધી ચલાવો. 
* ત્યારબાદ તેમાં  મીઠુ, લાલ મરચા પાઉડર, આમચૂર પાઉડર અને ગરમ મસાલા નાખી સારી રીતે મિક્સ કરો.  
* પછી તેમાં 1 કપ પાણી નાખી 2 મિનિટ સુધી ઉકાળો. 
* કોથમીરથી ગાર્નિશ કરો અને તાપ બંદ કરી નાખો. 
* દાણા મેથી પાપડનું શાક રોટલી, પૂરી કે પાપડની સાથે ખાવો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Happy Women’s Day 2021: આ સંદેશ અને Wishes દ્વારા આપો શુભેચ્છા ...