સામગ્રી - 1 કપ મેદો, 1 ટી સ્પૂન અજમો, 2 ટી સ્પૂન ઓગાળેલુ ઘી, 1 બાફેલુ બટાકુ, 1/2 કપ ફેંટેલુ દહી, 1/4 કપ આમલીની મીઠી ચટણી, 1/4 કાપ લીલી ચટણી, સ્વાદમુજબ મીઠુ, દળેલુ લાલ મરચુ, જીરા પાવડર, તળવા માટે તેલ, સજાવવા માટે દાડમ અને સેવ.
બનાવવાની રીત - મેંદામાં મીઠુ, અજમો અને ઘી નાખીને પાણીની મદદથી કઠણ લોટ બાંધી લો. તેની લોઈ બાનવીને તેને વણો અને ગરમ તેલમાં તળી લો. બટાકા છોલીને મેશ કરો. એક પ્લેટમાં તળેલી રાજકચોરી મુકો. તેને વચ્ચેથી તોડી લો. તેમા બટાકા, દહી, ચટણી, મીઠુ, મરચું, જીરુ નાખો. દાડમના દાણા અને સેવથી સજાવીને તરત જ સર્વ કરો.