Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સ્કિન ટોનર શું હોય છે? ચેહરાને નેચરલ ગ્લોઈંગ બનાવવા માટે હોમમેડ ટોનર

સ્કિન ટોનર શું હોય છે? ચેહરાને નેચરલ ગ્લોઈંગ બનાવવા માટે હોમમેડ ટોનર
, બુધવાર, 18 ઑગસ્ટ 2021 (10:43 IST)
ચેહરા પર ઑયલ એકત્ર થવાથી પિંપલ્સની સમસ્યા સામે આવે છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા ત્યારે વધુ મુશ્કેલ થઈ જાય છે જ્યારે પિંપલ ઠીક થયા પછી તેના નિશાન છૂટી જાય છે તેથી ખૂબ જરૂરી છે આ પરેશાનીને શરૂઆતમાં જ રોકાય. અમે તમને એવા જ ત્રણ ટોનર જણાવી રહ્યા છે જેનો ઉપયોગ કરવાથી ન માત્ર તમને તૈલીય ત્વચાથી છુટકારો મેળવી શકો છો. પણ તેનાથી પિંપલ્સના નિશાન પણ સરળતાથી દૂર થશે. 
 
ટોનર શું હોય છે
ટોનરનો ઉપયોગ ત્વચાને સાફ કરવા અને મોટા છિદ્રને સંકોચવા માટે કરાય છે. ટોનરનો ઉપયોગથી પોર્સને નાનુ કરી શકાય છે કારણકે તેના મોટા થતા ચેહરા ખરબચડો અને દાગદાર નજર આવે છે. તેથી ટોનર ચેહરાને સુંદર અને સ્વચ્છ બનાવવામાં કારગર ગણાય છે. 
 
ગુલાબ જળ ટોનર 
જેને એલોવેરા જેલ સૂટ નહી કરે તેના માટે ગુલાબ જળ બેસ્ટ ઑપ્શા છે. ગુલાબ જળમાં અડધી ચમચી ગ્લિસરીન નાખી લો. તેને પણ 10-15 દિવસ પ્રિજર્વ રાખવા માટે તમે તેમાં અડધી ચમચી એપ્પલ સાઈડર વિનેગર તેનાથી દિવસમાં ઓછામાં ઓછા ત્રણ વાર ચેહરા પર સ્પ્રે કે કૉટનથી લગાવો. 
 
લીમડા ટોનર 
તેના માટે લીમડાની પાનને પાણીમાં ઉકાળી લો.તે પાણીને સ્પ્રે બૉટલમાં ભરી લો. તમે તેને પ્રિજર્વ રાખવા માટે માત્ર અડધી ચમચી એપ્પલ સાઈડર વિનેગર જ નાખવુ છે. આ એક્નેને હટાવવા માટે સૌથી બેસ્ટ નેચરલ ટોનર છે.  
 
એલોવેરા જેલ ટોનર
એલોવેરા જેલ ટોનર બનાવવા માટે, પીવાના પાણીમાં એક ચમચી એલોવેરા જેલ ઉમેરો. જો તમારી ત્વચા ખૂબ સંવેદનશીલ હોય, તો પછી તમે ચાના તેલના 4-5 ટીપાં પણ ઉમેરી શકો છો. તેને 10-15 દિવસ સુધી  પ્રિજર્વ માટે, તમે તેમાં અડધી ચમચી   એપ્પલ સાઈડર વિનેગર (સફરજન સરકો) ઉમેરો. દિવસમાં ઓછામાં ઓછા ત્રણ વખત આને સ્પ્રે અથવા કોટન સાથે ચહેરા પર લગાવો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Benefits Of Garlic With Hot Water- ગરમ પાણી સાથે લસણના ફાયદા