Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ સરળ સ્ટેપ્સની મદદથી ઘરે જ કરો ફેશિયલ મસાજ, ચેહરાને કરો રિલેક્સ

આ સરળ સ્ટેપ્સની મદદથી ઘરે જ કરો ફેશિયલ મસાજ, ચેહરાને કરો રિલેક્સ
, મંગળવાર, 17 ઑગસ્ટ 2021 (09:16 IST)
ફેશિયલ દરમિયાન જ્યારે ચેહરાની મસાજ કરાય છે. તો સાચે ખૂબ મજા આવે છે. આ ત્વચા અને માંસપેશીઓને રિજૂવનેટ કરવાની સૌથી સારી રીત છે. મસાજ કરવાથી તનાવ ઓછુ હોય છે અને તમારું મૂડ સારું રહે છે. દિવસભરની થાક પછી જો આ ફેશિયલ મસાજ મળી જાય તો આખા દિવસની થાક ઉતરી જાય છે. આ મસાજ ઘરમાં પોતે પણ કરી શકો છો. માત્ર તેના માટે તમને કેટલીક ટેકનીક અને સ્ટેપ શીખવાની 
જરૂર છે. તો જાણો છો કેવી રીતે કરવી ફેશિયલ મસાજ.
 
ટિપ્સ 
1. મસાજ કરવાથી પહેલા એક માઈલ્ડ ક્લીંજરથી ચેહરાને સાફ કરી લો. 
2. જો તમારી સ્કિન ડ્રાઈ સ્કિન છે તો ચેહરા પર આલમંડ કે એસેંશિયલ ઑયલનો ઉપયોગ કરવું. 
3. ઑઈલનો ઉપયોગ નહી કરવા ઈચ્છો છો તો સારા મૉઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરવું. 
4. મસાજ હાથથી કરી શકો છો કે પછી જેડ રોલરની મદદથી કરી શકો છો. 
 
ફોરહેડ
- તમારી આંગળીઓને આઈબ્રોના વચ્ચે રાખો. હવે ધીમે-ધીમે ઉપર હેયરલાઈવની તરફ લઈ જાઓ અને પછી ટેંપલ્સની તરફ સાઈડમાં લાવો. આ સ્ક્રેપિંગ મોશનમાં આશરે 5 મિનિટ માટે કરો. 
 
- આઈ એરિયા 
તમારી મિડલ અને ઈંડેક્સ ફિંગરની ટિપ્સને તમારા ટેંપક પર રાખો અને આંગળીઓને આઈ એરિયા પર ગ્લાઈડ કરતા નાક સુધી લઈ જાઓ. હવે તેને આ રીતે ખસેડતા આઈબ્રો સુધી લઈ જાઓ અને પછી આંખની નીચે લાવો. ઓવલ પાથમાં આ રીતે કરવું. આ મસાજને પણ 5 મિનિટ સુધી કરો. 
 
ગાળ પર મસાજ 
ગાળ પર મસાજ કરવા માટે આંગળીઓને વળીને નોઝ બ્રિઝની પાસે તમારા ગાળ પર રાખો. હવે નકલ્સને ધીમે-ધીમે તમારા ગાળથી કાન બાજુ લઈ જાઓ. આ રીતે આ મસાજ 5 વાર કરો. 
 
માઉથ એરિયા
મોઢાની પાસે તમારી ઈંડેક્સ અને મિડલ ફિંગરથી વી આકાર બનાવો. ઈંડેક્સ ફિંગર અપર લિપ પર હોય અને મિડિલ ફિંગર લોઅર લિપ પર હોય. હવે થૉડો દાબ આપતા આંગળીઓને કાનની બાજુ લઈ જાઓ અને તેને 5 વાર કરો. 
 
ચેહરાની આઉટલાઈન 
તમારી નકલ્સને તમારી આઈબ્રોના વચ્ચે રાખો. હવે તેને પહેલા ઉપર હેયરલાઈનની તરફ લઈ જાઓ. પછી ધીમેધીમે ટેંપ્લ્સ તરફ લાવો. હવે સાઈડથી નીચે તમારી જૉલાઈનથી સ્લાઈડ કરતા કૉલરબોન સુધી લાવો. હથેળીને ચેહરા પર રાખો અને ધીમા દાબ બનાવતા ડીપ બ્રીથ લેવી.   
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ચેતજો- લીંબૂનો વધારે સેવન આરોગ્ય માટે નુકશાનકારી હોઈ શકે છે આ ગંભીર સમસ્યાઓ