Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Evrat Jivrat Maa Ni Aarti એવરત જીવરત માની આરતી

એવરત જીવરત
, સોમવાર, 7 જુલાઈ 2025 (16:36 IST)
એવરત જીવરત માની આરતી, જયા વિજયા માની સેવા. એવરત
ધૂપ દીપ નૈવેદ્ય જવારા, ફૂલ ફળ-પાન ને મેવા. એવરત
પહેલો દીવડો એવરત માનો (૨) દૂર કરો અંધારા, 
 
આશિષ આપજો રહે નીરોગી (૨) દીર્ઘાયુષ ભરથારા. એવરત
બીજો દીવડો જીવરત માનો (૨) દળદરને હરનારો,
ધાન્ય ધરા ધન-સંપત્તિ આપો, ઉતારો ભવ પારા. એવરત
 
ત્રીજો દીવડો માત જયાનો (૨) દયા કૃપા કરનારા, 
વંશનો વેલો વધે હંમેશા (૨) દે ખોળો ખૂંદનારાં. એવરત
ચોથો દીવડો વિજયા માનો (૨) શક્તિનાં દેનારા,
 
ધૂળ ચાટતા થાય દુશ્મનો (૨) સંકટના હરનારાં. એવરત
પાંચમો દીવો શક્તિ કેરો (૨) હો કરુણાની ધારા, 
વંદન તમને માત ભવાની (૨) ભક્તિના દેનારાં. એવરત...
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જીવંતિકા માં ની આરતી