Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હું અને નિતીન ભાઈ કોઈપણ વ્યક્તિ સાથે ભેદભાવ કર્યા વિના કામ કરીશું - વિજય રૂપાણી

હું અને નિતીન ભાઈ કોઈપણ વ્યક્તિ સાથે ભેદભાવ કર્યા વિના કામ કરીશું - વિજય રૂપાણી
, શનિવાર, 23 ડિસેમ્બર 2017 (10:07 IST)
ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે જાહેર થયાં બાદ વિજય રૂપાણીએ પત્રકારોને કહ્યું હતું કે, હું સૌથી પહેલાં કેન્દ્રીય નેતૃત્વનો હું આભાર પ્રગટ કરું છું. તેમણે અમારા પર ભરોસો મૂકીને અમને ગુજરાતની જવાબદારી સોંપી. આ ઉપરાંત ચૂંટાયેલા નેતાઓ કે જેણે સર્વસંમતિથી અમને નેતા તરીકે ચૂંટ્યા તે અંગે હું આભાર પ્રગટ કરું છું. જે રીતે ગુજરાતમાં જે  સ્થિતિ હતી તેમાં ભાજપને ક્લિયર મેન્ડેટ આપ્યો તેનો હું આભારી છું. ગુજુરાતની જનતાને હું વિશ્વાસ આપું છું કે જે રીતે તેમની અપેક્ષા છે તે રીતે કામ કરીશું વિજય રૂપાણીએ કહ્યું હતું કે, પીએમ મોદીનો અનુભવ, નીતિનભાઈનો સરકારમાં અનુભવ મેં પણ સંગઠનમાં જે રીતે  કામ કર્યું તે કામમાં આવશે. અમે ગુજરાતને આગળ લઈ જશો. પક્ષના વરિષ્ઠ લોકો સાથે ચર્ચા કરીને શપથવિધિનું સ્થળ અને કેબિનેટ અંગે નિર્ણય લઈશું અત્યારે કશું નિશ્રિત નથી. સોનો સાથ અને સૌનો વિકાસ એ દિશામાં અમે કામ કરીશું.

પ્રશ્નોના ઉત્તર આપતા વિજય રૂપાણીએ ભાજપનું કોઈ ધોવાણ થયું હોવાની વાતને નકારી હતી. વિજય રૂપાણીએ કહ્યું હતું કે, “પાંચ ટર્મ શાસન કર્યા પછી છઠ્ઠી વખત ક્લિયર મેજોરિટી સાથે સરકાર બનાવવી એ બહુ જ મોટી વાત છે. આ અમારો મોટો વિજય છે. જે સીટો અમે હાર્યા છીએ એ વાત ચોક્કસ છે પણ અમે સાથે મળીને તેનું પૃથ્થકરણ કરીશું.  નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કહ્યું હતું કે અરુણ જેટલીના અધ્યક્ષ સ્થાને નિરિક્ષક સરોજ પાંડે અને ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં વૈધાનિક પ્રક્રિયા પૂર્ણ કરીને અમારા સીનિયર નેતા ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ અમારા નેતા વિજય રૂપાણીને સીએમ તરીકે સૂચિત કર્યા. અને તેને સર્વસંમતિથી સ્વીકાર કરવામાં આવ્યા છે. જે રીતે અમે સાથે અમે સાથે મળીને કામ કર્યું છે તે રીતે હું અને વિજય રૂપાણી સાથે મળીને  સરકાર અને સંગઠનમાં કામ કરીશું. જેથી દરેક નાગરિકને એવું લાગે કે ગુજરાતની સરકાર અમારી સરકાર છે તે રીતે કામ કરશું. અમે ગુજરાતને વધું આગળ લઈ જવા પ્રયત્ન કરીશું.પીએમ મોદીને ગુજરાત માટે વિશેષ પ્રેમ છે. ગુજરાતને તે જે ઉંચાઈ પર જોવા માંગે છે તે તેમના સપનાના ગુજરાત બનાવવા કામ કરીશું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રૂપાણી અને નીતિન પટેલ સામે હવે આ પડકારો આંખો ફાડીને ઉભા છે.