ગુજરાતમાં નવી સરકાર શપથ લેવા જઇ રહી છે ત્યારે સવાલ એ છે કે મુખ્યમંત્રી કોણ બનશે? શુક્રવારે ગુજરાત ભાજપના પ્રભારી અરુણ જેટલી અને અન્ય નેતાઓ ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની સેન્સ લેશે. પરંતુ અટકળો એ છે કે પીએમ મોદી અને અમિત શાહની જોડી વિજય રૂપાણી અને નીતિન પટેલને ચાલુ રાખવાના મતમાં છે. પરંતુ સુત્રો એવું કહે છે કે મંત્રીમંડળના ચહેરાઓ બદલાઈ શકે છે. 25મી ડિસેમ્બરે ભારતના પૂર્વ વડાપ્રધાન વાજપેયીનો જન્મ દિવસ છે, ગુજરાતની ભાજપ સરકાર તે જ દિવસે શપથ લેશે. પહેલા મુખ્યમંત્રી તરીકે વજુભાઇ વાળા, આર.સી.ફળદુ, મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલા જેવાના નામો આગળ ચાલતા હતા. પણ હવે મનાય છે કે ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહ અને પીએમ નરેન્દ્ર મોદી વિજય રૂપાણીને સીએમ પદે યથાવત રાખવાના મૂડમાં છે. આ માત્ર એક અટકળ જ મનાય છે પણ મોદી હંમેશા સરપ્રાઇઝ આપવા માટે જાણીતા છે.
કોણ બનશે મંત્રી?
- સૌરાષ્ટ્રમાં ભાજપ ધોવાયું હોવાથી ત્યાં પ્રાધાન્ય અપાય તેવી શક્યતા
- પાટીદારોને મંત્રી મંડળમાં પ્રાથમિકતા અપાશે
- 2019ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને બનાવાશે મંત્રી
- વિસ્તાર અને જાતિનું રખાશે ધ્યાન
- ભુપેન્દ્રસિંહ ચૂડાસમાનું નામ અધ્યક્ષ પદ માટે ચાલી રહ્યું છે
મંત્રી તરીકે નામોની ચર્ચા
કૌશિક પટેલ
પ્રદિપસિંહ જાડેજા
વલ્લભ કાકડિયા
આરસી ફળદુ
જયેશ રાદડિયા
વિભાવરી દવે
પુરુષોત્તમ સોલંકી
બાબુ બોખરીયા
દિલીપ ઠાકોર
વાસણ આહિર
નિમા આચાર્ય
ઇશ્વરસિંહ પટેલ
અરવિંદ પટેલ
પભુભા માણેક
સીકે રાઉલજી
હિતુ કનોડિયા
કુમાર કાનાણી
દુષ્યંત પટેલ
જીતુ સુખડિયા
મનીષા વકિલ
સંગીતા પાટીલ
પંકજ દેસાઈ
પરબત પટેલ
રાજેન્દ્ર ત્રિવેદી
શૈલેષ મહેતા