Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હવે ગુજરાતમાં કોણ બનશે મુખ્યપ્રધાન, કોણ છે સત્તાની સીટ હાંસલ કરવામાં આગળ

હવે ગુજરાતમાં કોણ બનશે મુખ્યપ્રધાન, કોણ છે સત્તાની સીટ હાંસલ કરવામાં આગળ
, મંગળવાર, 19 ડિસેમ્બર 2017 (11:31 IST)
ભાજપે ગુજરાતમાં છઠ્ઠી વખત સત્તા પ્રાપ્ત કરી છે પરંતુ વિજયના માર્ગમાં કોંગ્રેસના નવા વરાયેલા અધ્યક્ષ રાહુલ ગાંધીના બદલાયેલા અવતારે અનેક મુસીબતો ઉભી કરી અને કદાચ એ જ કારણે ભાજપને ૧૦૦થી ઓછી બેઠકથી સંતોષ માનવો પડયો. હવે ચૂંટણી પણ પુરી થઈ ગઈ છે અને સરકાર પણ બહુમતી પ્રાપ્ત કરી ચુકી છે ત્યારે ચર્ચાઓ એવી છે કે કોણ બનશે ગુજરાતના મુખ્યમંત્રી? ભાજપના નજીકના સુત્રોનુ માનીએ તો રાજયમાં વિજય રૂપાણીના સ્થાને કોઇ બીજા વ્યકિતને આ પદ મળી શકે છે. મળતી માહિતી અનુસાર પક્ષને એક એવો ચહેરો જોઇએ છે જે પીએમ મોદીની લોકપ્રિયતાની બરાબરી ભલે કરી ન શકે પરંતુ ગુજરાતમાં ભાજપે જે વિકાસનો ભરોસો અપાવ્યો છે તે પુરો કરી શકે એટલુ જ નહી પ્રજાની અપેક્ષાઓ ઉપર ખરા ઉતરે અને સાથોસાથ ભાજપના નેતાઓને સંગઠીત કરવામાં પણ સક્ષમ બને જે આ ચૂંટણીમાં અલગ-ઠલગ જોવા મળ્યા હતા.

મુખ્યમંત્રી પદની રેસમાં રૂપાણી ઉપરાંત કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની, કર્ણાટકના રાજયપાલ વજુભાઇ વાળા, કેન્દ્રીય મંત્રી પુરૂષોતમ રૂપાલા અને પરિવહન અને રાજમાર્ગ-શીપીંગ રાજય મંત્રી મનસુખ માંડવીયાનું નામ પણ આગળ છે.આ દોડમાં સ્મૃતિ ઇરાનીનું નામ સૌથી આગળ છે. મજબુત નેતૃત્વમાં પારંગત અને ગુજરાતી ભાષાની જાણકાર હોવાની સાથે તેઓ પીએમની સૌથી નજીક છે.   બીજાક્રમે રાજય મંત્રી મનસુખ માંડવીયાનું નામ છે. માંડવીયા પાટીદાર હોવાની સાથે-સાથે ખેડુત અને જમીન સાથે જોડાયેલા નેતાઓમાં સામેલ છે. ત્રીજાક્રમે વજુભાઇ વાળાનુ નામ આવે છે તેઓ અત્યારે કર્ણાટકના રાજયપાલ છે. સંગઠનના જાણકાર અને સૌરાષ્ટ્રમાં સારી એવી પકડ ધરાવતા વજુભાઇના નામ પણ મહોર લાગી શકે છે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી પુરૂષોતમ રૂપાલાનું નામ પણ ચર્ચામાં છે. તેઓ પણ ખેડુત છે અને સંગઠન ઉપર તાકાત ધરાવી શકે છે તેઓ પણ જમીન સાથે જોડાયેલા નેતા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદમાં કોંગ્રેસને ચાર બેઠકો મળતાં હાશકારો