Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોંગ્રેસના બળવાખોરોને બખ્ખાંથી ભાજપમાં ભડકો, ઉમેદવારી પસંદગીનો મુદ્દો ગૂંચવાયો

કોંગ્રેસના બળવાખોરોને બખ્ખાંથી ભાજપમાં ભડકો, ઉમેદવારી પસંદગીનો મુદ્દો ગૂંચવાયો
, ગુરુવાર, 2 નવેમ્બર 2017 (13:47 IST)
વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી પસંદગી કરવી ભાજપ માટે મુશ્કેલ બની છે.  કોંગ્રેસના આયાતી ઉમેદવારો અને કોંગ્રેસના બળવાખોરોને પસંદ કરવાની નીતિ સામે ભાજપમાં ભડકો થયો છે. એટલું જ નહીં, અત્યારથી વિરોધનો વંટોળ થતાં ભાજપના નેતાઓ મૂંઝવણમાં મૂકાયાં છે.  સૂત્રોના મતે, ભાજપમાં એક એક બેઠક પર ઢગલાબંધ દાવેદારોએ દાવેદારી નોંધાવી છે જેમાંથી ત્રણની પેનલ બનાવવી મુશ્કેલ બન્યું છે. આ વખતે ભાજપ માટે ચૂંટણી જીતવી અઘરી બની છે ત્યારે ભાજપે પણ તમામ ધારાધોરણો નેવે મૂકીને એક માત્ર જીતી શકાય તેવા ઉમેદવારની પસંદગી કરવા મન બનાવ્યું છે જેથી પાયાના ભાજપના કાર્યકરોમાં રોષ ભભૂક્યો છે. અમદાવાદથી માંડીને સૌરાષ્ટ્ર,ઉત્તર ગુજરાતમાં ભાજપમા ટિકીટ મેળવવા ખેંચતાણ જામી છે. રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ૧૪ ધારાસભ્યોએ કેસરિયો ખેસ ધારણ કર્યો હતો જેમાંથી મોટાભાગના ટિકીટ આપવા ભાજપ મજબૂર છે કેમકે, જો ટિકીટ આપે તો,કોંગ્રેસની પરંપરાગત બેઠક પર જીત મેળવી શકાય તેવુ ભાજપનુ ગણિત છે. પણ ખુદ ભાજપના કાર્યકરો કહી રહ્યાં છેકે, અત્યાર સુધી જેમણે ભાજપને ગાળો ભાંડી તેમને જ મદદ કરીને ચૂંટણી જીતાડવાની. બીજુ કે,ગઇકાલે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલાંને ટિકીટ અપાય પણ પાંચ વર્ષથી પક્ષનો પ્રચાર કરનારાંની અવગણના કરાય તે સ્વિકારી શકાય નહીં. આમ,ભાજપના દાવેદારોએ ભાજપને હરાવવા બેઠકોનો દોર શરૃ કરી દીધો છે. આમ, ભાજપના નેતાઓએ કોને સાચવવા ને,કોને કોરાણે મૂકવા તે સવાલ સર્જાયો છે. ભાજપમાં ઉમેદવારો જાહેર થયા બાદ વધુ ભડકો થશે તેમ અત્યારે લાગી રહ્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભાજપથી પાટીદારોના દૂર થવા અંગે પાસના નેતાઓએ કારણો રજુ કર્યાં