નવરાત્રિમાં આપ સૌ અનેક રીતે મા શક્તિની આરાધના કરો છો. આજે અમે તમને બતાવી રહ્યા છે દુર્ગા સપ્તશતીનો પાઠ કરતી વખતે કેટલીક વાતોનુ ધ્યાન રાખશો તો તમારી દરેક ઈચ્છા પૂરી થશે. વેદની જેમ સપ્તશતી પણ અનાદિ ગ્રંથ છે. શ્રીવેદ વ્યાસના માર્કળ્ડેય પુરાણમાં દુર્ગા સપ્તશતીનો અધ્યાય છે. સાત સૌ શ્લોકવાળી દુર્ગા સપ્તશતીના ત્રણ ભાગમાં મહાકાળી મહાલક્ષ્મી અને મહાસરસ્વતી નામત્ઝી ત્રણ ચરિત્ર છે. પ્રથમ ચરિત્રમાં ફક્ત પ્રથમ અધ્યાય, મધ્યમ ચરિત્રમાં બીજો, ત્રીજા અને ચોથા અધ્યાય અને બાકી બધા અધ્યાય ઉત્તમ ચરિત્રમાં મુકવામાં આવ્યા છે.