Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Happy Dussehra Wishes 2023 : આ શુભકામના સંદેશ દ્વારા તમારા મિત્રો અને સંબંધીઓને આપો દશેરાની શુભેચ્છા

happy dusshera
, મંગળવાર, 24 ઑક્ટોબર 2023 (08:30 IST)
અસત્ય પર સત્યની જીતનો ઉત્સવ વિજયાદશમી દેશના મુખ્ય તહેવારોમાંથી એક છે. દર વર્ષે આસો મહિનાના શુક્લ પક્ષની દશમી તિથિના દિવસે દશેરાનો તહેવાર ઉજવાય છે. એવુ કહેવાય છે કે આ દિવસે પ્રભુ શ્રીરામે દશાનન રાવણનો વધ કર્યો હતો અને માતા સીતાને કેદમાંથી મુક્ત કરાવ્યા હતા. 
 
દશેરાના દિવસે લોકો રાવણ દહન કરીને અધર્મ પર ધર્મના વિજયનો ઉત્સવ ઉજવે છે. સવારથી જ શુભેચ્છાના સંદેશ આવવા શરૂ થઈ જાય છે. તમે પણ આ શુભેચ્છા સંદેશ દ્વારા તમારા મિત્રો અને સંબંધીઓને દશેરાની શુભેચ્છા પાઠવી શકો છો. 
.
webdunia
1. અધર્મ પર ધર્મનો વિજય,
અન્યાય ઉપર ન્યાયનો વિજય
અસત્ય પર સત્યનો વિજય,
આ જ વિજયાદશમીનો તહેવાર છે
હેપી વિજયાદશમી


webdunia
2. પાપનો થાય છે નાશ, 
દશેરા લાવે છે નવી આશ 
રાવણની જેમ તમારા દુ:ખોનો પણ થાય નાશ 
આ જ છે વિજયાદશમીની શુભેચ્છા... 
 

webdunia
happy dusshera
3. જેવી રીતે રામે જીતી લીધી હતી લંકા, 
એવી જ રીતે તમે પણ જીતી લો આખી દુનિયા 
આ દશેરાના દિવસે મળી જાય તમને 
દુનિયાભરની બધી ખુશીઓ 
દશેરાની શુભેચ્છા.. 
webdunia
4. રાવણ રૂપી અહંકારનો સૌના મનમાંથી નાશ થાય 
શ્રી રામજીના સૌના હ્રદયમાં વાસ થાય 
આ જ કરીએ છે અમે મંગલ કામના 
તમને દશેરાની ખૂબ ખૂબ શુભકામના 
હેપી દશેરા !
webdunia
5. દશેરા એક આશા જગાવે છે 
અધર્મના અંતની યાદ અપાવે છે 
જે ચાલે છે સત્યના માર્ગ પર 
એ વિજયનુ પ્રતીક બની જાય છે 
દશેરાની હાર્દિક શુભકામનાઓ 
webdunia
6. બહારના રાવણને પ્રગટાવવાથી કશુ નહી થાય 
મનની અંદર બેસેલા રાવણને જરૂર સળગાવો 
દશેરાની હાર્દિક શુભેચ્છા.. 
 
7. ત્યજી દીધી બધી ઈચ્છાઓ, 
 કંઈક અલગ કરવા માટે 
રામે ગુમાવ્યુ ઘણુ બધુ 
શ્રીરામ બનવા માટે 
વિજયાદશમીની શુભકામનાઓ 
 
8. દશેરાનો આ પાવન તહેવાર 
તમારા ઘરમાં લાવે ખુશીઓ અપાર 
શ્રી રામજી છલકાવે તમારા પર ખુશીઓનો પ્યાર 
આવી શુભકામનાઓ અમારી કરો સ્વીકાર 
દશેરાની હાર્દિક શુભેચ્છા 
 
9. સુખ, સમૃદ્ધિ, શાંતિનો સાથ રહે, 
અધર્મ અને અસત્યનો નાશ થાય 
અમારી મંગલમયી શુભકામના હંમેશા તમારી સાથે રહે 
આ કામના સાથે તમને 
વિજયાદશમીની ખૂબ ખૂબ શુભેચ્છા 
 
10. દશેરાનો તહેવાર લાવે તમારા જીવનમાં ખુશીઓ અપાર 
પ્રભુ શ્રી રામની કૃપાથી તમારા જીવનમાં થાય સુખ સમૃદ્ધિનો વાસ 
દશેરાની હાર્દિક શુભેચ્છા 
 
11 જે રીતે પ્રભુ શ્રી રામે કરી ધર્મની સ્થાપના, અધર્મનો કર્યો નાશ 
તમે પણ કરો તમારા મનમાં છિપાયેલી ખરાબ ભાવનાઓનો સર્વનાશ 
દશેરાની હાર્દિક શુભેચ્છા  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દશેરા સ્પેશિયલ જલેબી ફાફડા - શું આપ જાણો છો દશેરા પર કેમ ખાવામાં આવે છે જલેબી-ફાફડા ?