Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Dussehra 2019- વિજયાદશમી ક્યારે, જાણો શુભ મુહુર્ત અને ઉપાય

Dussehra 2019- વિજયાદશમી ક્યારે, જાણો શુભ મુહુર્ત અને ઉપાય
, ગુરુવાર, 3 ઑક્ટોબર 2019 (15:07 IST)
દશેરા એટલે કે વિજ્યા દશમીને લઈને લોકોમાં મુંઝવણ છે કે દશેરા ક્યારે ઉજવવો
 
Dussehra 2019 - 8 ઓક્ટોબરના રોજ છે દશેરા, આ છે રાવણ દહનનુ શુભ મુહૂર્ત અશ્વિન મહિનાની શુક્લ પક્ષની દશમીના રોજ દશેરા ઉજવાય છે.
 
અસત્ય પર સત્યની જીતનુ પ્રતિક છે દશેરા. આ 6 ઓક્ટોબરના રોજ ઉજવાશે. ભગવાન રામના રાવણના વધ કરવા અને અસત્ય પર સત્યની વિજયની ખુશીમાં આ તહેવાર ઉજવાય છે. આ દિવસે અનેક સ્થાન પર રાવણ દહન કરવામાં આવી છે. એવુ કહેવાય છે કે રાવનનુ પુતળુ સળગાવીને દરેક માણસ પોતાની અંદરના અહંકાર ક્રોધનો નાશ કરે છે. આ દિવસે મા દુર્ગાની પ્રતિમાઓનુ વિસર્જન પણ કરવામાં આવે છે.
 
શુભ મુહુર્ત
8 ઓકટોબરે 2019 મંગળવારે 9.45 પર દશમી તિથિ આવશે અને બીજા દિવસે સવારે 7.25 સુધી રહેશે આથી રાવણ દહન 8 ઓકટોબરે ઉજવશે. 
 
દશમી તિથિનો વિજય મૂહૂર્ત 2 વાગીને 05 મિનિટ થી શરૂ થઈને 2 વાગીને  57 મિનિટ સુધી રહેશે.
સમય - 0 કલાક અને 52 મિનિટ
અપરાહ્ન મુહૂર્ત - 1.18 વાગ્યાથી સાંજે 3.39 વાગ્યે
 
એવી માન્યતા છે કે રાવણનો વધ કરવાના થોડા દિવસ પહેલા
ભગવાન રામએ આદિ શક્તિ માં દુર્ગાની પૂજા કરી અને પછી તેમના આશીર્વાદ મળ્યા પછી દશમીએ રાવણનો વધ કર્યો. એવી પણ માન્યતા છે કે દશમીન અરોજ જ માં દુર્ગાએ મહિષાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. તેથી તેને વિજયાદશમીના રૂપમાં પણ ઉજવાય છે.
 
દેશભરમાં  જુદા જુદા સ્થાન પર રાવણ દહન થાય છે અને દરેક સ્થાનની પરંપરઓ એકદમ જુદી છે. આ દિવસે શસ્ત્રોની પૂજા પણ કરવામાં આવે છે. આ દિવસે શમીના ઝાડની પૂજા પણ કરવામાં આવે છે. આ દિવસે વાહન, ઈલેક્ટ્રોનિક્સ આઈટમ, સોનુ, ઘરેણા નવા વસ્ત્રો વગેરે ખરીદવા શુભ હોય છે. દશેરાના દિવસે નીલકંઠ ભગવાનના દર્શન કરવા અતિ શુભ માનવામાં આવે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વિજયાદશમી(દશેરા) વિશે જાણો થોડી ખાસ વાતો