મિત્રો આજે અમે આપને ગંગા દશેરા વિશે બતાવી રહ્યા છીએ. આપ ન જાણતા હોય તો જાણી લો કે ગંગા દશેરા એટલે પુરાણો મુજબ જયેષ્ઠ શુક્લ દશમી બુધવાર હસ્ત નક્ષત્ર જે દિવસે ગંગા સ્વર્ગ પરથી ધરતી પર આવી હતી. આપ ન જાણતા હોય તો જાણી લો કે ગંગા દશેરા એટલે પુરાણો મુજબ જયેષ્ઠ શુક્લ દશમી બુધવાર હસ્ત નક્ષત્ર જે દિવસે ગંગા સ્વર્ગ પરથી ધરતી પર આવી હતી.
ગંગા દશેરાના દિવસે ગંગા સ્નાન, દાન અને પિતરોનુ તર્પણ કરવુ શુભ માનવામાં આવે છે. જે વ્યક્તિ આ પાવન દિવસે ગંગાજીમાં સ્નાન અને પૂજા ઉપવાસ કરે છે તે બધા પાપોથી મુક્ત થઈ જાય છે. તમે ગંગા સ્નાન ન કરી શકો તો ઘરમાં સ્નાન કરતી વખતે પાણીમાં થોડુ ગંગાજળ મિક્સ કરી લો અને સ્નાન કરતી વખતે સ્વયં શ્રી નારાયણ દ્વારા બતાવેલ મંત્ર ૐ નમો ગંગાયૈ વિશ્વરૂપિણ્યૈ નારાયણે નમો નમ નુ સ્મર્ણ કરવાથી વ્યક્તિને પરમ પુણ્યની પ્રાપ્તિ થાય છે.
ગંગા દશેરા ક્યારે છે . જો તમને આ નથી ખબર તો આજે અમે તમને બતાવીશુ કે ગંગા દશેરાનો આ તહેવાર 12 જૂન 2019ના રોજ સમગ્ર ભારતમાં હર્ષ ઉલ્લાસ સાથે ઉજવાશે. આ દિવસે મા ગંગાની પૂજા કરવામં આવે છે. ગંગા દશેરાના દિવસે જો તમે તમારી રાશિ મુજબ કેટલીક વસ્તુઓનુ દાન કરો છો તો તમને ધનલાભ થવા સાથે તમારા ઘરમાં સુખ શાંતિનો વાસ પણ થશે. જો તમે નથી જાણતા કે રાશિ મુજબ કંઈ વસ્તુઓનુ દાન કરે તો આજે અમે તમને બતાવીશુ કે તમે ગંગા દશેરાના તહેવાર પર તમારી રાશિ મુજબ કંઈ કંઈ વસ્તુઓનુ દાન કરી શકો છો તો ચાલો જાણીએ ગંગા દશેરા પર રાશિ મુજબ કંઈ વસ્તુઓનુ દાન કરવુ શુભ રહેશે.
મેષ રાશિ - ગંગા દશેરાના દિવસે જો મેષ રાશિના લોકો ગંગા સ્નાન પછી કાળા તલ અને ગોળનુ દાન કરે તો પણ તેમને માટે શુભ રહેશે.
વૃષભ રાશિ - ગંગા દશહરાના દિવસે મા ગંગાની પૂજા કર્યા પછી તાંબાના કળશમાં કાળા તલ, ચોખા અને સાકર નાખીને દાન કરો
મિથુન રાશિ - આ રાશિના લોકો ગંગા દશેરાના દિવસે બ્રાહ્મણને સત્તુનુ દાન કરે. જો તમે મહિલા છો તો આ દિવસે સુહાગની વસ્તુઓનુ દાન કરી શકો છો.
કર્ક રાશિ - આ રાશિના જાતકો ગંગા દશેરાના દિવસે પાણીથી ભરેલો ઘડા સાથે ફળનુ દાન કરવાથી તમારા બધા કષ્ટ દૂર થઈ જશે
સિંહ રાશિ - સિંહ રાશિના જાતકો ગંગા દશેરાના દિવસે સફેદ તલને તાંબાના કળશમાં ભરીને દાન કરવાથી તમને અત્યંત લાભ થશે.
કન્યા રાશિ - કન્યા રાશિના જાતકો ગંગા દશહરાના દિવસે કોઈ શિવ મંદિરમાં જઈને પૂજારીને ફળનુ દાન કરો અને તેમનો આશીર્વાદ લો.
તુલા રાશિ - તુલા રાશિના જાતકો ગંગા દશેરાના દિવસે ખાવાને વસ્તુઓ સાથે ચાંદીની કોઈ વસ્તુનુ દાન કરવાથી તમારા ઘરમાં સદાય મા અન્નપૂર્ણાની કૃપા રહેશે.
વૃશ્ચિક રાશિ - આ રાશિના જાતકો ગંગા દશહરાના દિવસે ધાર્મિક પુસ્તકોનુ દાન કરવાથી સદૈવ તમારા પર મા સરસ્વતીની કૃપા કાયમ રહેશે.
ધનુ રાશિ - ધનુ રાશિના જાતકો ગંગા દશેરાના દિવસે 7 પ્રકારના અનાજનુ દાન કરો. આ સાથે જ રૂદ્રાભિષેક કરાવો. તમારી દરેક ઈચ્છા પૂરી થશે.
મકર રાશિ - મકર રાશિના જાતકો ગગા દશેરાના દિવસે કોઈ બ્રાહ્મણને કપડાનુ દાન કરો અને તેમનો આશીર્વદ લેવાથી તમારા પર સદૈવ ભગવાનની કૃપા રહેશે.
કુંભ રાશિ - કુભ રાશિના જાતકો ગંગા દશેરાના દિવસે 8 પ્રકારનુ દાન કરવા ઉપરાંત મકાઈ અને જવનુ દાન કરવુ તમારે માટે શ્રેષ્ઠ છે.
મીન રાશિ - આ રાશિના જાતકો ગંગા દશેરાના દિવસે કોઈ ગરીબએન ભોજન કરાવવા સાથે પશુ પક્ષીઓને દાણા ખવડાવે. આવુ કરવાથી તમારા ઘરમાં ધન ધાન્યની ક્યારેય કમી નહી આવે.