suvichar

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો: નાસિકની TCS ઓફિસમાં ધર્માંતરણ અને યૌન ઉત્પીડનનું મસમોટું કૌભાંડ, HR મેનેજર નિદા ખાનની સંડોવણી

TCS Nasik
TCS Nasik
 મહારાષ્ટ્રના નાસિકમાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) અંગે એક મોટો ખુલાસો થયો છે, જેણે દેશને હચમચાવી નાખ્યો છે. આ મોટી કંપનીની આઠ મહિલા કર્મચારીઓએ જાતીય સતામણી અને બળજબરીથી ધર્મ પરિવર્તનનો આરોપ લગાવ્યો છે, જેનાથી કોર્પોરેટ કાર્ય સંસ્કૃતિ પર સવાલો ઉભા થયા છે. મહિલા કર્મચારીઓ પર દબાણનો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં હવે આરોપીઓ દ્વારા યુવાનો અને મહિલાઓને પોતાની જાળમાં ફસાવવા માટે ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓનો ખુલાસો થયો છે.
 

ટાઈમ પૂરો થયા પછી પણ ઓફિસમાં રોકતા હતા આરોપી  
 

આરોપીની મોડસ ઓપરેંડીનો ખુલાસો થયો છે. મળતી માહિતી મુજબ, આરોપીઓ મહિલા કર્મચારીઓને નિયંત્રિત કરવા અને તેમને દબાવવા માટે   વિવિધ પ્રકારના માનસિક દબાણના યુક્તિઓનો ઉપયોગ કરતા હતા. તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ તેમના કાવતરાઓને પાર પાડવા માટે ઓફિસ સમય પછી પણ લાંબા સમય સુધી કંપનીમાં રહેતા હતા.
 
સૌની સામે તેઓ કંપની માટે કામ કરતા હોવાનો ડોળ કરતા હતા, પરંતુ  હકીકતમા તેઓ શંકાસ્પદ પ્રવૃત્તિઓમાં સામેલ હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેઓ આ પ્રવૃત્તિઓ માટે કંપનીની મિલકત અને સંસાધનોનો પણ ઉપયોગ કરતા હતા. કોઈપણ પ્રવૃત્તિ હાથ ધરતા પહેલા, આરોપીઓ વોટ્સએપ દ્વારા તેમની સમગ્ર વ્યૂહરચના બનાવતા હતા. તેઓ વોટ્સએપ પર વ્યૂહરચના બનાવતા હતા અને મહિલા કર્મચારીઓ પર માનસિક દબાણ લાવવા માટે મોડી રાત્રે કંપનીમાં રોકાતા હતા.
 

હિન્દુ મહિલાઓ સાથે લગ્ન કરવાનુ કહેવામાં આવતુ  
 

ઓફિસમાં આરોપીઓને હિન્દુ મહિલાઓ સાથે લગ્ન કરવાનુ કહેવામાં આવતુ. આ દાવો એક પ્રત્યક્ષદર્શી કર્યો છે. આ મામલે 9 ફરિયાદો નોંધવામાં આવી છે. પોલીસ અત્યાર સુધી 6 પુરૂષો અને એક મહિલા સહિત સાત કર્મચારીઓની ધરપકડ કરી ચુકી છે. એક અન્ય મહિલા કર્મચારી હાલ ફરાર છે.   
 
ટીસીએસના નાસિક ઓફિસમાં એક કૉન્ટ્રેક્ચ્યુઅલ વર્કરે જણાવ્યુ, તેઓ કહેતા કે હિન્દુ યુવતીઓને તમારી ગર્લફેંડ બનાવો અને તેમની સાથે લગ્ન કરો.  તેઓ ધર્મ બદલવાનુ કહેતા હતા અને પોતાના ધર્મ વિશે વાતો કરતા હતા.  આ માટે તેમને પૈસા પણ આપવામાં આવતા. આ પ્રક્રિયા 2021 થી ચાલી રહી હતી. આ માટે એચઆર મેડમને પણ પૈસા આપવામાં આવતા હતા.  
 

સીનિયર્સએ કર્યુ માનસિક અને યૌન ઉત્પીડન  

 
 ગયા અઠવાડિયે, પોલીસે આઠ મહિલા કર્મચારીઓ દ્વારા દાખલ કરાયેલી ફરિયાદોની તપાસ માટે એક SIT ની રચના કરી હતી. તેમનો દાવો છે કે તેમના ઉપરી અધિકારીઓ દ્વારા તેમને માનસિક અને જાતીય સતામણીનો ભોગ બનાવવામાં આવ્યા હતા. HR વિભાગે તેમની ફરિયાદોને અવગણી હતી. આ ઘટનાઓ ફેબ્રુઆરી 2022 અને માર્ચ 2026 વચ્ચે બની હતી.
 
પોલીસના જણાવ્યા અનુસાર, એક આરોપીએ લગ્નના ખોટા વચનો આપીને એક મહિલા કર્મચારી સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. અન્ય એક કર્મચારીને અયોગ્ય રીતે સ્પર્શ કરવામાં આવ્યો હતો અને તેના અંગત અને વૈવાહિક જીવન વિશે અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવી હતી.
 

છેડછાડ કરી નમાજ કરવા કર્યા મજબૂર 
 

પોલીસના જણાવ્યા અનુસાર, જ્યારે ફરિયાદીએ કંપનીના વડાને આ ઘટનાઓ વિશે મૌખિક ફરિયાદો કરી, ત્યારે તેમણે ઉત્પીડનની ફરિયાદોને અવગણી. તેના બદલે, તેમણે તેમના કાર્યોને પ્રોત્સાહન આપ્યું. મહિલાના શારીરિક દેખાવ વિશે પણ અશ્લીલ ટિપ્પણીઓ કરવામાં આવી. આરોપીએ એક પુરુષ કર્મચારીને પ્રાર્થના કરવા દબાણ કર્યું અને તેના ધર્મનું અપમાન કર્યું.
 

ફરિયાદ કરતા નોકરીમાંથી કાઢી નાખવાની ધમકી 

 
જ્યારે પીડિતોએ કંપનીની મહિલા HR એક્ઝિક્યુટિવને ફરિયાદ કરી, ત્યારે તેમને કથિત રીતે નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપવામાં આવી હતી. ધરપકડ કરાયેલા કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમની ઓળખ દાનિશ શેખ, તૌસિફ અત્તાર, રઝા મેમણ, શાહરૂખ કુરેશી, શફી શેખ, આસિફ આફતાબ અંસારી અને HR એક્ઝિક્યુટિવ નિદા ખાન તરીકે થઈ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભારતમાં પાસપોર્ટ જુદા-જુદા રંગના કેમ હોય છે, કયા રંગની સૌથી વધુ વેલ્યુ, સાંભળીને ચોંકી જશો