Publish Date: Tue, 10 Feb 2026 (11:20 IST)
Updated Date: Tue, 10 Feb 2026 (12:46 IST)
મહારાષ્ટ્રના નવી મુંબઈ સ્થિત વાશી વિસ્તારથી એક ખૂબ જ ગંભીર મામલો સામે આવ્યો છે. જ્યા લોકોની સારવાર કરનારા એક ફરજી ડોક્ટરને કારણે 21 વર્ષની યુવતીએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. વાશી પોલીસે આ મામલામાં 30 વર્ષના આરોપી સંતોષ પાશ્તેની ધરપકડ કરી છે. કોર્ટમાં રજુ કર્યા બાદ આરોપીની પોલીસે ધરપકડ કરી છે.
પોલીસ મુજબ મૃતક યુવતીને પીરિયડસમાં અનિયમિતતાની સમસ્યા હતી. આ દરમિયાન આરોપીએ ખુદને ડોક્ટર બતાવીને તેની સારવાર શરૂ કરી. આરોપીએ યુવતીને નસ દ્વારા અમેસેટ ઈંજેક્શન અને ડાયનાપાર ઈંજેક્શન આપ્યુ.
હોસ્પિટલમાં યુવતીનુ મોત
ઈલાજના થોડા સમય પછી યુવતીની તબિયત બગડવા માંડી અને શરીરમાં ગંભીર સંક્રમણ ફેલાય ગયુ. હાલત બગડતા પરિજન તેને તરત વાશી સ્થિત પીકેસી હોસ્પિટલ લઈને પહોચ્યા. જ્યા ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધી
યુવતીના મૃત્યુ બાદ, પરિવારે વાશી પોલીસમાં ફરિયાદ નોંધાવી. ફરિયાદના આધારે, પોલીસે આરોપીની અટકાયત કરી અને તેની પૂછપરછ શરૂ કરી. તપાસમાં જાણવા મળ્યું કે સંતોષ પશ્તે ડૉક્ટર નહોતો અને તેણે ફક્ત 12મા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો હતો.
પોલીસે આરોપીની ધરપકડ કરી અને તેને કોર્ટમાં રજૂ કર્યો, જ્યાં તેને પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો. વાશી પોલીસ હવે તપાસ કરી રહી છે કે આરોપીએ અગાઉ કેટલા લોકોની સારવાર કરી છે અને શું આવા વધુ કેસ બહાર આવી શકે છે.
આ કિસ્સો ફરી એકવાર દર્શાવે છે કે નકલી ડોક્ટરો અને ચાલુ ડોક્ટર કેટલા ખતરનાક હોઈ શકે છે. તેમને કોઈના જીવની પરવા પણ હોતી નથી. પોલીસે જનતાને અપીલ કરી છે કે આવી દુ:ખદ ઘટનાઓ ટાળવા માટે હંમેશા રજિસ્ટર્ડ અને યોગ્ય ડૉક્ટર પાસેથી સારવાર લે.