Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

WTC FINAL IND vs NZ Day 5 LIVE UPDATES: ન્યુઝીલેંડની બઢતને ભારતે પાર કરી, પુજારા-રોહિત ક્રીઝ પર

WTC FINAL IND vs NZ Day 5 LIVE UPDATES: ન્યુઝીલેંડની બઢતને ભારતે પાર કરી, પુજારા-રોહિત ક્રીઝ પર
, મંગળવાર, 22 જૂન 2021 (22:55 IST)
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલને ચાર દિવસ પૂરા થઈ ગયા છે. આજે મંગળવારે 5માં દિવસે ન્યૂઝીલેન્ડની ટીમ 249 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ 1 વિકેટના નુકસાને 20+ રન બનાવ્યા છે. અત્યારે ઈન્ડિયા ટીમના રોહિત શર્મા અને ચેતેશ્વર પુજારા બેટિંગ કરી રહ્યા છે. ભારતે પહેલી ઈનિંગમાં 217 રન બનાવ્યા હતા. ભારતીય ટીમે મેચમાં પકડ બનાવી રાખી હતી, ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ 4 વિકેટ તથા ઈશાંત શર્માએ 3 વિકેટ ઝડપી છે. કીવી ટીમના કેપ્ટન વિલિયમ્સન 49 રનમાં આઉટ. ભારતીય ટીમ પર 32 રનની લીડ છે.
 
 
-  96.3 ઓવરમાં ન્યુઝીલેન્ડે 234 રનમાં નવમી વિકેટ ગુમાવી દીધી, આર.અશ્વિનની બોલ પર  નીલ વેગનર ખાતુ ખોલાવ્યા વગર અજિંક્ય રહાણેના હાથે કેચ આઉટ થયા. ટિમ સાઉદી હજુ પણ એક છેડેથી ટીમને સાચવી  રહ્યા છે. 
 
- કેન વિલિયમસન 177 બોલમાં 49 રન બનાવી આઉટ થયા હતા, તેમણે ઇશાંત શર્માના બોલ પર વિરાટ કોહલીને કેચ આપ્યો હતો.

- ન્યૂઝીલેન્ડે છઠ્ઠી વિકેટ ગુમાવી છે. મોહમ્મદ શમીએ ભારતને વધુ એક સફળતા અપાવી છે. તેણે કૉલિન ડી ગ્રેંડહોમને એલબીડબ્લ્યૂ આઉટ કર્યો છે. તે 13 રન બનાવી પેવેલિયન પરત ફર્યો છે. 

10:57 PM, 22nd Jun
- 18 ઓવર બાદ ભારતનો સ્કોર 35/1 છે, રોહિત શર્મા 22 અને ચેતેશ્વર પૂજારા 4 રને રમી રહ્યા છે. બંને બેટ્સમેન ખૂબ સારી રમત રમી રહ્યા છે
- 14 ઓવર બાદ ભારતનો સ્કોર 32/1 છે, રોહિત શર્મા 19 અને ચેતેશ્વર પૂજારા 4 રને રમી રહ્યા છે.
- ભારતના બંને ઓપનર કાળજીપૂર્વક બેટિંગ કરી રહ્યા છે. 5 ઓવર પછી ભારતનો સ્કોર 7 રન છે. રોહિત શર્મા 5 રન બનાવીને રમી રહ્યો છે અને શુબમન ગિલ 2 રન બનાવી રહ્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Virat-Rohit Funny Video: મેદાન પર વિરાટ કોહલીની મસ્તી, રોહિત શર્માએ આપ્યુ આવુ રિએક્શન