Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

IND vs NZ WTC Final 2021: ત્રીજા દિવસની રમત સમાપ્ત, ઈશાંત શર્માએ ભારતને કરાવ્યુ મેચમાં કમબેક

IND vs NZ WTC Final 2021: ત્રીજા દિવસની રમત સમાપ્ત,  ઈશાંત શર્માએ ભારતને કરાવ્યુ મેચમાં કમબેક
, રવિવાર, 20 જૂન 2021 (16:08 IST)
આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની અંતિમ મેચ સાઉધમ્પ્ટનના એજિસ બાઉલ મેદાન પર ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહી છે. આજે મેચનો ત્રીજો દિવસ છે. ઋષભ પંત અને અજિંક્ય રહાણે જોડી હાલ ક્રીઝ પર છે. કેપ્ટન વિરાટ કોહલી 44 રનની ઇનિંગ રમીને આઉટ થયો હતો. ભારતે 4 વિકેટ ગુમાવીને 150 રનનો સ્કોર બનાવી લીધો છે 
 
લાઈવ અપડેટ
 
- 70 ઓવર પછી ભારતનો સ્કોર 149/4, અજિંક્ય રહાણે 32 અને ઋહપંત ખાતું ખોલાવ્યા વિના રમી રહ્યા છે. ભારતે છેલ્લી ત્રણ ઓવરમાં એક પણ રન બનાવી શક્યુ  નથી. રહાણે થોડો દબાણ અનુભવી રહ્યા છે.
 
- 69 ઓવર પછી ભારતનો સ્કોર 149/4 છે, અજિંક્ય રહાણે 32 અને ઋષભ પંત ખાતું ખોલાવ્યા વિના ક્રીઝ પર છે. ભારતના દૃષ્ટિએ રહાણેનુ ટકી રહેવુ અહીં ખૂબ મહત્વનુ રહેશે. પંત પાસે ફરી એક વખત પોતાની ક્ષમતા બતાવવાની તક છે.

11:40 PM, 20th Jun
 
આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની અંતિમ મેચ સાઉધમ્પ્ટનના એજિસ બાઉલ મેદાન પર ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહી છે. ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં ન્યુઝીલેન્ડે 2 વિકેટે 101 રન બનાવ્યા. કેન વિલિયમ્સને 12 રન બનાવ્યા અને રોસ ટેલર ખાતું ખોલાવ્યા વિના અણનમ રહ્યો. ન્યુઝીલેન્ડ તરફથી ડેવોન કોનવેએ 54 અને ટોમ લૈન્થમે 30 રન બનાવ્યા હતા  ભારત તરફથી આર અશ્વિન અને ઇશાંત શર્માએ એક-એક વિકેટ ઝડપી હતી. આ પહેલા ભારતની પહેલી ઇનિંગ 217 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ન્યુઝીલેન્ડ તરફથી કાયલ જેમીસન સૌથી વધુ પાંચ વિકેટ ઝડપી હતી. ભારત તરફથી અજિંક્ય રહાણેએ 49 અને વિરાટ કોહલીએ 44 રન બનાવ્યા

04:17 PM, 20th Jun
સાઉથહેમ્પટનમાં રમાઈ રહેલી ફાઇનલ મેચનો પહેલો દિવસ વરસાદમાં ધોવાઈ ગયો હતો. બીજા દિવસે શનિવારે ભારતે ટોસ હારીને પહેલા બેટિંગ કરવા મેદાનમાં ઉતરવું પડ્યું હતું. પહેલી ઈનિંગમાં ભારતીય ટીમે 3 વિકેટના નુકસાને 146 રન બનાવ્યા છે.
 
ઓપનર રોહિત શર્મા અને શુભમન ગિલે ટીમને મજબૂત શરૂઆત આપી હતી. રોહિતે 34 રન અને ગિલે 28 રનની ઈનિંગ રમી હતી. ચેતેશ્વર પુજારા 8 રન બનાવીને આઉટ થયો હતો. કીવી ટીમનાં ટ્રેંટ બોલ્ટ, કાઇલ જેમિસન અને નીલ વેગ્નરે 1-1 વિકેટ ઝડપી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

North Korea માં કેળા 3300 રૂપિયા કિલો અને 5200 રૂપિયામાં વેચાય રહી છે ચા, કોફીની કિમંત હોશ ઉડાવી દેશે