Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

IND vs NZ WTC Final 2021 ભારતનો સ્કોર 100ને પાર, વિરાટ કોહલી અને અજિક્ય રહાણે પર ટકી નજર

IND vs NZ WTC Final 2021 LIVE: ભારતનો સ્કોર 100ને પાર, વિરાટ કોહલી અને અજિક્ય રહાણે પર ટકી નજર
, શનિવાર, 19 જૂન 2021 (19:43 IST)
આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ મેચ ભારત અને ન્યૂઝીલેંડ વચ્ચે સાઉથૈમ્પટનના એજિસ બાઉલ મેદાન પર રમાય રહી છે. આજે ટેસ્ટનો બીજો દિવસ છે. ભારતનો પ્રથમ દાવ ચાલુ છે.  રોહિત શર્મા અને શુભમન ગિલની ઓપનિંગ જોડી હાલ ક્રીઝ પર છે. ન્યૂઝીલેંડના કપ્તાન કેન વિલિયમસને ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. 
 
IND vs NZ WTC Final Live Updates:
- 17.1 ઓવરમાં રોહિતે કૉલિન ડી ગૈંડહોમ એ જોરદાર ચોક્કો માર્યો  અને આ સાથે ભારતના 50 રન પણ પૂરા થયા . ટીમ ઈન્ડિયાને ડબ્લ્યુટીસીની ફાઈનલમાં જોઈએ તેવી શરૂઆત મળી ગઈ છે અને બંને ઓપનર એકદમ સેટ દેખાઈ રહ્યા છે.
 
- 17 ઓવર બાદ ભારતનો સ્કોર 49/0, રોહિત શર્મા 25 અને શુભમન ગિલ 23 રન બનાવીને રમી રહ્યા છે. જૈમીસનની આ ઓવરનો પાંચમો બોલ શુભમનના  હેલ્મેટ આવ્યો. જો કે, તે સંપૂર્ણ રીતે ઠીક છે અને ક્રીઝ પર જ છે.
 
-14 ઓવર બાદ ભારતનો સ્કોર 41/0, શુભમન ગિલ 19 અને રોહિત શર્મા 21 રન બનાવીને રમી રહ્યા છે. 14 ઓવર પુરી કરવા માટે કેન વિલિયમસને પોતાના ચાર બોલરોને અજમાવ્યા. પરંતુ હજી સુધી કોઈ રોહિત-શુભમનનું ધ્યાન વિચલિત કરવામાં સફળ રહ્યું નથી.
 
- 12 ઓવર પછી ભારતનો સ્કોર 41/0, રોહિત શર્મા 21 અને શુભમન ગિલ 19 રન બનાવીને રમી રહ્યા છે. રોહિત અને ગિલ હવે સંપૂર્ણ રીતે ક્રિઝ પર જામી ગયેલા જોવા મળી રહ્યા છે અને બોલને ખૂબ જ સારી રીતે ટાઇમ કરી રહ્યા છે.
 
- 9 ઓવર પછી ભારતનો સ્કોર 36/0, શુભમન ગિલ 14 અને રોહિત શર્મા 21 રન બનાવીને રમી રહ્યા છે. રોહિતે તેની ઇનિંગ્સમાં અત્યાર સુધી ત્રણ ચોગ્ગા ફટકાર્યા છે.
 
-  7 ઓવર પછી ભારતનો સ્કોર 26/0, શુભમન ગિલ 8 અને રોહિત શર્મા 17 રન બનાવીને રમી રહ્યા છે. રોહિતે સાઉદીની આ ઓવરમાં બે જોરદાર ચોગ્ગા ફટકારીને હાથ ખોલ્યા.
 
- 6 ઓવર પછી ભારતનો સ્કોર 16/0, રોહિત શર્મા 7 અને શુભમન ગિલ 8 રને રમી રહ્યા છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલના પ્રથમ ચોક્કો આ ઓવરમાં શુભમન ગિલના બેટ દ્વારા નીકળ્યો છે. 
 
-5 ઓવર પછી ભારતનો સ્કોર 12/0, શુભમન ગિલ 4 અને રોહિત શર્મા 7 રન બનાવીને રમી રહ્યા છે. પિચ હજી ભીની છે અને આ જ કારણે સાઉદી અને બોલ્ટનો બોલ હવામાં ઉછળી રહ્યો છે. 

07:44 PM, 19th Jun
- 54 ઓવર બાદ ભારતનો સ્કોર 118/3, અજિંક્ય રહાણે 12 અને કેપ્ટન વિરાટ કોહલી 35 રન બનાવીને રમી રહ્યા છે. કેન વિલિયમસન વિકેટ શોધી રહ્યો છે અને નીલ વેગનરને બોલ પર પાછા બોલાવ્યો છે.
- 52 ઓવર પછી ભારતનો સ્કોર 107/3, કેપ્ટન વિરાટ કોહલી 28 અને અજિંક્ય રહાણે 8 રને રમી રહ્યા છે. કોહલીએ આ ઇનિંગ્સમાં ઘણી ધીરજ બતાવી છે અને તે કોઈ ઉતાવળમાં જોવા મળ્યો નથી. રહાણેએ પણ આવું જ પાત્ર ભજવવું પડશે.

06:40 PM, 19th Jun
- ભારત ત્રીજી વિકેટ ખોઈ બેઠું છે. લંચ બાદ પોતાની પ્રથમ ઓવર નાંખવા આવેલા ટ્રેંટ બોલ્ટ આવતાની સાથે જ પૂજારની વિકેટ મેળવી લીધી હતી. બોલ્ટે પૂજારાને LBW OUT કરી દીધો હતો. પૂજારાએ 8 રન બનાવ્યા, ભારત 95/3
 
 = 36 ઓવર પછી ભારતનો સ્કોર 78/2 છે, વિરાટ કોહલી 7 અને ચેતેશ્વર પૂજારા 8 રન  બનાવીને રમી રહ્યા છે. ન્યૂઝીલેન્ડના બોલરોએ છેલ્લી કેટલીક ઓવરથી  ભારતના બે સૌથી પ્રબળ બેટ્સમેનોને સંપૂર્ણ રીતે બાંધી રાખ્યા છે.

05:02 PM, 19th Jun
-  24.3 ઓવરમાં નીલ વેગનરના બોલ પર શુભમન ગિલે બીજે વૈટલિંગને થમાવ્યો કેચ. શુભમન 28 રનની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યા. મેચમાં ન્યુઝીલેન્ડે કમબેક કરી લીધુ છે. 
 
- 21 ઓવર પછી ભારતનો સ્કોર 62/1 છે, શુભમન ગિલ 27 અને પુજારા ખાતું ખોલાવ્યા વિના ક્રીઝ પર હાજર છે. ભારતના દૃષ્ટિકોણથી આ ફાઈનલ મેચમાં પૂજારાનુ ટકવુ ખૂબ મહત્વનું  છે.



Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પંચત્વમાં વિલીન થયા ફ્લાઈંગ સિખ મિલ્ખા સિંહ, રાજકીય સમ્માનની સાથે આપવામાં અંતિમ વિદાય