Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

IND vs AUS: સુધરવાનુ નામ નથી લઈ રહ્યો વિરાટ કોહલી, BGT મા આ ભૂલથી પણ કંઈ ન શીખ્યો

virat kohali
, શુક્રવાર, 3 જાન્યુઆરી 2025 (10:50 IST)
virat kohali
IND vs AUS: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણી રમાય રહી છે. આ શ્રેણીના 5માં મુકાબલામા ટીમ ઈંડિયાના કપ્તાન જસપ્રીત બુમરાહે ટૉસ જીત્યો અને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. રોહિત શર્માએ આ મુકાબલામાં રેસ્ટ લીધો છે. બુમરાહના નિર્ણય પછી ટીમ ઈંડિયાની શરૂઆત આ મુકાબલામાં કંઈ ખાસ રહી નથી અને ભારત ફક્ત 72 રનના સ્કોર પર ચાર વિકેટ ગુમાવી બેસ્યુ.  ટીમ ઈંડિયાની ચોથી વિકેટ વિરાટ કોહલીના રૂપમાં પડી. વિરાટે આ મેચમાં 69 બોલ પર 17 રનની રમત રમી.  તેને બોલેંડે આઉટ કર્યો. એકવાર ફરીથે વિરાટ કોહલી એ જ અંદાજમાં આઉટ થયો જેવો તે અત્યાર સુધી થતો આવ્યો છે.  
 
વિરાટ કોહલીમાં નથી આવ્યો સુધાર 
 
ટીમ ઈંડિયાના સ્ટાર બેટિંગ વિરાટ કોહલી વર્તમાન બોર્ડર-ગાવસ્કાર ટ્રોફીમાં એક સદી જડી છે. એ સદીના ઉપરાંત તેમણે કોઈપણ અન્ય મેચમાં કંઈ ખાસ કમાલ કરી નથી. વિરાટે BGT 2024-25 માં 9 દાવમાં બેટિંગ કરી છે.  આ સમયગાળા દરમિયાન, તે 8 વખત આઉટ થયો છે અને દરેક મેચમાં તેના આઉટ થવાની પેટર્ન સમાન છે. જ્યારે પણ વિરાટ કોહલી બહાર જતા બોલને સ્પર્શ કરવાનો પ્રયાસ કરે છે. તેઓને નુકસાન થાય છે. આવું જ કંઈક 5મી ટેસ્ટ મેચમાં પણ થયું હતું. આ મેચમાં, તેણે બહાર જતા ઘણા બોલને સ્પર્શ કર્યો ન હતો, પરંતુ તે પોતાની જાત પર કાબૂ ન રાખી શક્યો અને તેણે ફરીથી તેની જૂની ભૂલનું પુનરાવર્તન કર્યું અને બોલ બેટની બહારની ધારને લઈને સ્લિપ તરફ ગયો. જ્યાં બ્યુ વેબસ્ટરે કેચ પકડ્યો હતો. 

 
ઓસ્ટ્રેલિયા ઉઠાવી રહ્યુ  છે કમજોરીનો ફાયદો 
ઓસ્ટ્રેલિયાઈ ટીમે આ સમગ્ર શ્રેણીમાં વિરાટ કોહલીના નબળાઈનો ફાયદો ઉઠાવ્યો છે. ઓસ્ટ્રેલિયાના બોલર તેમના વિરુદ્ધ એક ખાસ પ્લાન સાથે ઉતરી રહ્યા છે અને વારેઘડીએ વિરાટ કોહલીને બહાર જતી બોલ પર જ આઉટ કરી રહ્યા છે.  પણ વિરાટ કોહલીને હજુ સુધી હોશ આવ્યો નથી. તે વારેઘડીએ ઓસ્ટ્રેલિયાના જાળમાં ફસાય રહ્યો છે  ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલી છેલ્લી 29 વખતમાંથી 28 વખત કેચ આઉટ થયો છે અને એક વખત રન આઉટ થયો છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે તે વારંવાર એક જ ભૂલનું પુનરાવર્તન કરી રહ્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

PUBG ના ચક્કરમાં ગયો જીવ, ઈયરફોન લગાવીને રમી રહ્યા હતા યુવક, ટ્રેનની ટક્કર વાગતા 3ના મોત