Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, આ ખેલાડી એશિયા કપ અને ODI વર્લ્ડ કપમાંથી બહાર!

ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, આ ખેલાડી એશિયા કપ અને ODI વર્લ્ડ કપમાંથી બહાર!
, બુધવાર, 26 એપ્રિલ 2023 (15:40 IST)
Indian Cricket Team:  રિષભ પંત વર્લ્ડકપમાંથી બહાર- ટીમ ઈંડિયાને આઈપીએલ 2023 પછી વર્લ્ડ ટેસ્ટ ચેંપિયનશિપ (ICC World Test Championship)ના ફાઈનલ મેચ રમવા માટે ઈંગ્લેંડ જવુ છે. તેમજ આ વર્ષે સેપ્ટેમબરમાં એશિયા કપ અને ઓક્ટોબર- નવેમ્બરમાં વનડે વર્લ્ડ કપ પણ રમશે. આ મોટી ટૂર્નામેન્ટ પહેલા ટીમ ઈન્ડિયા માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ભારતીય ટીમનો એક મોટો મેચ વિનર ખેલાડી એશિયા કપ અને ODI વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે.
 
ટીમ ઈંડિયાને આંચકો 
ટીમ ઈંડિયાના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત 
વર્લ્ડ કપ 2023થી બહાર થઈ ગયા છે. ક્રિકબજની  (Rishabh Pant) 30 ડિસેમ્બર 2022ને કાર એક્સીડેંટ  (Rishabh Pant Accident) માં ગંભીર રૂપથી ઈજાગ્રસ્ત થયા હતા. મીડિયા રિપોર્ટસ મુજબ પંત સેપ્ટેમબરમાં થનારા એશિયા કપ 2023 અને ઓક્ટોબર-નવેમ્બરમાં રમાનાર ODI વર્લ્ડ કપ 2023ની બહાર છે. ક્રિકબઝના અહેવાલ મુજબ, પંતની વાપસીમાં થોડો સમય લાગશે અને જો તે જાન્યુઆરી સુધીમાં મેદાનમાં પરત ફરવા સક્ષમ બને છે, તો તે ખૂબ જ ઝડપી રિકવરી માનવામાં આવશે. પંત અપેક્ષા કરતાં વધુ ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે પરંતુ તેને ફિટ થવામાં સાતથી આઠ મહિનાનો સમય લાગશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

છત્તીસગઢના દંતેવાડામાં મોટો નક્સલીનો મોટો હુમલો, 10 જવાન શહીદ