Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રિષભ પંતનો જીવ બચાવનાર આ છે બે હીરો, ઉત્તરાખંડ પોલીસ કરશે સન્માન

two heroes who saved Rishabh Pant's life
, શનિવાર, 31 ડિસેમ્બર 2022 (13:14 IST)
ભારતીય ક્રિકેટર ઋષભ પંતનો શુક્રવારે સવારે 30 ડિસેમ્બર 2022 ના રોજ એક ભયંકર અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં વિકેટ કીપર ખેલાડી પણ ખરાબ રીતે ઘાયલ થયો હતો. અકસ્માત બાદ તરત જ તેને દિલ્હી-દેહરાદૂન રોડ પર આવેલી સક્ષમ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અહીં પ્રાથમિક સારવાર બાદ તેમને દેહરાદૂન મેક્સમાં પણ ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે રિષભ પંતની કાર સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગઈ હતી. આ અકસ્માતમાં પંતને ગંભીર ઈજા થઈ હતી પરંતુ તેનો જીવ બચી ગયો હતો. આ ભયાનક અકસ્માતમાં ઋષભ પંતનો જીવ બચાવવામાં બે હીરોનો પણ હાથ હતો.
 
પંતનો જીવ બચાવનારા બે હિરોજનું થશે સન્માન 
 
એ બે હિરોજ હતા હરિયાણા રોડવેડનાં ડ્રાઈવર ને કડકટર. જે સમયે પંતની ગાડી અનિયંત્રિત થઈને ડિવાઈડર સાથે અથડાઈ એ સમયે હરીદ્વારથી પાનીપટ જઈ રહેલી એક બસનાં ડ્રાઈવર સુશીલ કુમાર અને કડકટર પરમજીતે ગાડી રોકી દીધી. ત્યારબાદ બંનેએ જઈને જોયું અને પંતને કારમાંથી બહાર કાઢવામાં મદદ કરી. ત્યારબાદ બંનેએ એમ્બ્યુલન્સ બોલાવી અને પોલીસને પણ અકસ્માતની જાણ કરી. આ અકસ્માતમાં સુશીલ અને પરમજીતે રિષભ પંતનો જીવ બચાવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. આ કારણે હરિયાણા રોડવેઝે બંનેનું સન્માન કર્યું, સાથે જ ઉત્તરાખંડ પોલીસે પણ ટ્વીટ કરીને બંનેને સન્માનિત કરવાની માહિતી આપી.
ઉત્તરાખડ પોલીસનાં મહાનિર્દેશક અશોક કુમારે જણાવ્યું હતું કે દિલ્હી-દેહરાદૂન હાઈવે પર ભારતીય ક્રિકેટર ઋષભ પંત સાથે થયેલા માર્ગ અકસ્માતમાં હરિયાણા રોડવેઝના ડ્રાઈવર સુશીલ કુમાર અને કંડક્ટર પરમજીત મદદ માટે આગળ આવ્યા હતા. તે બંને અને અન્ય સ્થાનિક લોકો જેમણે પંતને મદદ કરી હતી તેમને ભારત સરકારના માર્ગ અને પરિવહન મંત્રાલયની 'ગુડ સેમેરિટન' યોજના હેઠળ સન્માનિત કરવામાં આવશે અને પુરસ્કાર આપવામાં આવશે.

 
ઋષભ પંત કેવી રીતે થયા દુર્ઘટનાના શિકાર ?
 
ભારટનાં સ્ટાર ક્રિકેટર ઋષભ પંતની કારની શુક્રવાર સવારે લગભગ ૫.૩૦ વાગે દિલ્હી-દેહરાદૂન રાજમાર્ગ પર ભીષન અકસ્માત થઈ ગયો. અકસ્માતની માહિતી અનુસાર, ક્રિકેટરની કાર રોડ ડિવાઈડર સાથે અથડાઈ હતી, જેના કારણે તેને ઘણી ઈજાઓ થઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે પંત રૂડકીમાં પોતાના ઘરે જઈ રહ્યા હતા અને સૂઈ જવાના કારણે તેમની સાથે આ અકસ્માત થયો. અકસ્માત બાદ તેને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. તેને માથા, પીઠ અને પગમાં ઈજાઓ થઈ હતી, પરંતુ તેની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. માહિતી અનુસાર, પંત હાલમાં દેહરાદૂન મેક્સમાં દાખલ છે અને ન્યુરો અને ઓર્થો વિભાગની દેખરેખ હેઠળ છે.


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદમાં રિવરફ્રન્ટ પર 17 વર્ષિય સગીરા નદીમાં કૂદી, સિક્યુરિટી ગાર્ડ અને અભયમે બચાવી