Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

TATA ની ફેક્ટરીમા લાગી આગ, ધુમાડો જોઈને કાળજુ કંપી જશે જુઓ ખોફનાક Video

tata factory
, શનિવાર, 28 સપ્ટેમ્બર 2024 (12:31 IST)
tata factory
ક્રિષ્નાગિરી: જિલ્લામાં સ્થિત ટાટાની માલિકીની સેલફોન સ્પેરપાર્ટ્સ બનાવતી ફેક્ટરીમાં આગનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આગનો વીડિયો પણ સામે આવ્યો છે. તમને જણાવી દઈએ કે આ ફેક્ટરી હોસુર નજીક થિમ્જેપલ્લી પંચાયત હેઠળના કુથનપલ્લી ગામમાં છે. આ ફેક્ટરીમાં સેલ ફોનના સ્પેરપાર્ટ્સ બનાવવામાં આવે છે. જણાવવામાં આવી રહ્યું છે કે ફેક્ટરીમાં 20 હજારથી વધુ કર્મચારીઓ કામ કરે છે. જો કે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. આગ ઓલવવાનું અને કાબુમાં લેવાનું કામ હજુ ચાલુ છે.

 
આગ લાગવાનો વીડિયો આવ્યો સામે 
ઉલ્લેખનીય છે કે ટાટા ઈંડસ્ટ્રિયલ રોડ પર આવેલ કેમિકલ એનો પ્લાંટમાં આજે સવારે ભીષણ આગ લાગી ગઈ. આગ લાગવાથી ફેક્ટરીનો સામાન બળીને ખાક થઈ ગયો. બીજી બાજુ આગ લાગવાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમા ઘુમાડાના ગોટે ગોટા જોઈ શકાય છે. આગ લાગવાને કારણે આકાશમાં ધુમાડો છવાય ગયો. આગ લાગ્યા બાદ શરૂઆતમાં કર્મચારીઓએ ફેક્ટરીમાં હાજર ફાયર એન્જિન સાથે આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે આગ પર કાબૂ મેળવી શકાયો ન હતો, ત્યારે રાયકોટ્ટાઈ અને ઢેંકનીકોટ્ટાઈ વિસ્તારમાંથી ફાયર ટેન્ડરોને બોલાવવામાં આવ્યા હતા. ફાયર વિભાગની ગાડીઓ હજુ પણ આગ ઓલવવાનો પ્રયાસ કરી રહી છે.
 
કોઈના ઘાયલ થવાની કોઈ સૂચના નથી 
એવુ બતાવાય રહ્યુ છ એકે આગ લાગવાની આ ઘટનામાં ત્યા કામ કરનારા કર્મચારીઓ સહિત કોઈ ઘવાયુ નથી. મામલાની સૂચના મળ્યા પછી રાયકોટ્ટઈ પોલીસ પણ ઘટના સ્થળ પર પહોચી ગઈ છે. પોલીસની ટીમ મામલાની તપાસ કરી રહી છે. જો કે કેમિકલ યૂનિટમાં આગ લાગી હતી. તેથી આ વાતની તપાસ કરવામાં આવી રહી છે કે આગમાં કેટલો કિમતી સામાન બળ્યો છે અને કેટલુ નુકશાન થયુ છે. 
 
ફટાકડાની ફેક્ટરીમાં પણ લાગી આગ 
અન્ય એક કિસ્સામાં, તમિલનાડુના વિરુદુનગર જિલ્લાના સત્તુરમાં ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં અચાનક વિસ્ફોટ થયો હતો. પોલીસે આ ઘટના અંગે માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું કે ફેક્ટરીમાં વિસ્ફોટને કારણે ફટાકડા જ્યાં રાખવામાં આવ્યા હતા તે વેરહાઉસને નુકસાન થયું છે. તેમણે કહ્યું કે સત્તુર અને શિવકાશીથી ફાયર ટેન્ડરોને સ્થળ પર મોકલવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે ફેક્ટરીમાં વિસ્ફોટના કારણે નજીકમાં આવેલા કેટલાક મકાનોને નુકસાન થયું છે. તેમણે કહ્યું કે આગ પર કાબૂ મેળવ્યા બાદ જ નુકસાનનું આકલન કરી શકાશે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર 36 બુલડોઝર દોડ્યા, કાર્યવાહી પહેલા જ હંગામો, 1400 પોલીસકર્મીઓ તૈનાત