Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 23 April 2025
webdunia

Champions Trophy 2025: સેમીફાઈનલમાં પહોચી ગઈ આ ૩ ટીમ, હવે એક સ્થાન માટે 2 ટીમો વચ્ચે ફસાયો પેંચ

champions trophy 2025 semifinal race
, શનિવાર, 1 માર્ચ 2025 (07:28 IST)
champions trophy 2025 semifinal race
Champions Trophy 2025 Semifinal Race: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ વરસાદને કારણે પૂર્ણ થઈ શકી ન હતી. આખરે વરસાદને કારણે મેચ રદ કરવામાં આવી અને બંને ટીમોને 1-1 પોઈન્ટ આપવામાં આવ્યા. આ સાથે, ઓસ્ટ્રેલિયા ગ્રુપ બીમાંથી સેમિફાઇનલમાં પ્રવેશ્યું. આ પહેલા ભારત અને ન્યુઝીલેન્ડ પણ ગ્રુપ A માંથી સેમિફાઇનલમાં પહોંચી ચૂક્યા છે. હવે એક જગ્યા ખાલી છે, જેના માટે બે ટીમો વચ્ચે કઠિન સ્પર્ધા છે.
 
ગ્રુપ બી માં ટોપ પર રહેતા ઓસ્ટ્રેલિયન ટીમ પહોંચી સેમિફાઇનલમાં 
ગ્રુપ બીમાં ઓસ્ટ્રેલિયાની બધી મેચો પૂર્ણ થઈ ગઈ છે. ત્રણ મેચ બાદ ઓસ્ટ્રેલિયાના ચાર પોઈન્ટ છે અને તેમનો નેટ રન નેટ પ્લસ 0.475 છે. પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવીને, તેણે સેમિફાઇનલ માટે ક્વોલિફાય કર્યું છે. એક જ ગ્રુપમાં, દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન બંનેના ત્રણ-ત્રણ પોઈન્ટ છે, પરંતુ દક્ષિણ આફ્રિકા બીજા સ્થાને છે અને અફઘાનિસ્તાન ત્રીજા સ્થાને છે. દક્ષિણ આફ્રિકાનો નેટ રન રેટ પ્લસ 2.140 છે અને અફઘાનિસ્તાનનો નેટ રન રેટ માઈનસ 0.990 છે. હવે આ બંને ટીમો સેમિફાઇનલમાં પ્રવેશવાની દાવેદાર છે, પરંતુ કોણ પ્રવેશ કરશે તે સાઉથ આફ્રિકા અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચ પરથી જાણી શકાશે.
 
સાઉથ આફ્રિકા અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચ દ્વારા થશે સેમિફાઇનલ ટીમનો નિર્ણય 
સાઉથ આફ્રિકા અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચ 1 માર્ચે રમાશે. સાઉથ આફ્રિકા માટે સેમિફાઇનલમાં પહોંચવા માટે આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે જો આફ્રિકન ટીમ ઇંગ્લેન્ડને હરાવે છે, તો તે સરળતાથી સેમિફાઇનલમાં પહોંચી જશે. પરંતુ જો તેઓ મોટા માર્જિનથી હારી જાય, તો અફઘાનિસ્તાનને તક મળી શકે છે. 
 
ત્રણ ટીમો થઈ ચુકી છે બહાર 
પાકિસ્તાનને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ના યજમાની અધિકાર મળ્યા. પરંતુ પાકિસ્તાની ટીમ વર્તમાન ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરી શકી નથી. તે ન્યુઝીલેન્ડ સામે 60 રનથી અને ભારત સામે 6 વિકેટથી હારી ગયું. જ્યારે બાંગ્લાદેશ સામેની તેની મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. અત્યાર સુધી, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ઇંગ્લેન્ડની ટીમો સેમિફાઇનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Why Share Market Crash Today : શેરબજારમાં કેમ મચ્યો હાહાકાર ? જાણો આજના ઘટાડા માટે આ 5 કારણો