Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 8 April 2025
webdunia

Champions Trophy Semi Final - સેમીફાઈનલની 2 ટીમો નક્કી, ગ્રુપ-બી માં 3ની વચ્ચે ટક્કર, ભારતની કોની સાથે થશે ટક્કર ? જાણો

Team India
, ગુરુવાર, 27 ફેબ્રુઆરી 2025 (13:33 IST)
India's champions trophy semi final: ભારતે ચેમ્પિયંસ ટ્રોફી 2025ની સેમીફાઈનલ માં પોતાનુ સ્થાન પાક્કુ કરી લીધુ છે.  હવે ટીમ ઈંડિયાની નજર પોતાના શક્યત સેમીફાઈનલ પ્રતિદ્વંદી પર ટકી છે. ગ્રુપ એ માંથી ભારત અને ન્યુઝીલેંડ બંનેયે સેમીફાઈનલમાં સ્થાન બનાવી લીધુ છે.  જ્યારે કે ગ્રુપ બી માં હજુ સુધી ત્રણ ટીમો સેમીફાઈનલની રેસમાં કાયમ છે. 
 
ચેમ્પિયન્સ ટ્રોફીના સત્તાવાર ફોર્મેટ મુજબ, દરેક ગ્રુપમાં પ્રથમ ક્રમે રહેનાર ટીમ બીજા ગ્રુપની બીજા ક્રમે રહેનાર ટીમ સામે સેમિફાઇનલ રમશે. સરળ શબ્દોમાં કહીએ તો, A1 અને B2 પ્રથમ સેમિફાઇનલમાં ટકરાશે જ્યારે B1 અને A2 બીજા સેમિફાઇનલમાં એકબીજાનો સામે ટકરાશે. 
 
ભારતનો સેમિફાઇનલ પ્રતિસ્પર્ધી ગ્રુપ A માં ક્યાં સ્થાન મેળવે છે તેના પર નિર્ભર રહેશે. અત્યાર સુધી, રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ તેની બંને મેચ જીતી છે અને ન્યુઝીલેન્ડની ટીમ પણ બંને મેચમાં વિજયી બની છે. ગ્રુપ A ના ટોપરનો નિર્ણય લેવા માટે બંને ટીમો આ રવિવારે ટકરાશે.
 
ભારતની સંભવિત સેમિફાઇનલ ટીમ 
ભારતના સેમિફાઇનલ પ્રતિસ્પર્ધી માટેના યુદ્ધમાં, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે કઠિન સ્પર્ધા જોવા મળી રહી છે.
 
ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને અફગાનિસ્તાન વચ્ચે જંગ 
અફગાનિસ્તાને ગ્રુપ-બી ની લીગ મેચમાં બુધવારે ઈગ્લેંડને સેમીફાઈનલની દોડમાંથી બહાર કરી નાખ્યુ જેનાથી અફગાનિસ્તાનની સેમીફાઈનલમાં પહોચવાની આશા બની રહી. અફગાનિસ્તાન આગામી મેચ ઓસ્ટ્રેલિયા સામે રમશે અને જો એ ઓસ્ટ્રેલિયાને હરાવે છે તો એ સેમીફાઈનલમાં પોતાનુ સ્થાન બનાવી શકે છે.  જો મેચ રદ્દ થઈ જાય છે તો  અફગાનિસ્તાનને દક્ષિણ આફ્રિકાની મોટી હારની આશા કરવી પડશે જેથી નેટ રન રેટ દ્વારા તેનો રસ્તો સાફ થઈ શકે. 

ICC Champions Trophy 2025  - આજ સુધીની પોઈંટ ટેબલ (27 ફેબ્રુઆરી)
ગ્રુપ A            
ટીમ મેચ જીત હાર N/R પોઈંટ્સ નેટ રન રેટ
ન્યુઝીલેન્ડ 2 2 0 0 4 0.863
ભારત 2 2 0 0 4 0.647
બાંગ્લાદેશ 2 0 2 0 0 -0.443
પાકિસ્તાન 2 0 2 0 0 -1.087
 
ગ્રુપ  B            
ટીમ મેચ જીત હાર N/R પોઈંટ્સ નેટ રન રેટ
સાઉથ આફ્રિકા 2 1 0 1 3 2.14
ઓસ્ટ્રેલિયા 2 1 0 1 3 0.475
અફગાનિસ્તાન 2 1 1 0 2 -0.990
ઈગ્લેંડ 2 0 2 0 0 -0.305

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

એકતાનો મહાકુંભ, યુગ પરિવર્તનની આહટ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી