નિક જોનસને મળી અત્યાર સુધીની સૌથી મોટી ખુશખબર, પ્રિયંકાએ ગિફ્ટ કરી નાખી 10 કરોડની મર્સિડીજ

બુધવાર, 13 માર્ચ 2019 (14:31 IST)
પ્રિયંકા ચોપડા થોડા દિવસ પહેલા જ તેમના ભાઈ સિદ્ધાર્થની રોકા સેરેમની માટે ભારત આવી હતી. તેની સાથે પતિ નિક જોનસ પણ હતા. રોકા સેરેમનીની કેટલીક ફોટા પ્રિયંકાએ શેયર કરી હતી. ત્યારબાદ પ્રિયંકા, આકાશ અંબાનીના લગ્નમાં પણ નજર આવી. અહી તે તેમની મા અને ભાઈની સાથે પહોંચી હતી. 
આમ નિકએ પ્રિયંકાને બ્લેક કલરની મર્સિડીજ કાર ગિફ્ટ કરી છે. જણાવીએ કે આ Mercedes-Maybach છે. જેની કીમત ભારતમાં 10.50 કરોડ રૂપિયા છે. પ્રિયંકાએ કારથી ફોટા પણ શેયર કરી છે. ફોટામાં પ્રિયંકાનો પેટ ડોગ પણ નજર આવી રહ્યું છે. સાથે જ પ્રિયંકા અને જોનસ કિસ  કરતા પણ નજર આવ્યા. 

priyankachopra

When the hubby goes number one.. the wifey gets a @maybach !! Introducing.. Extra Chopra Jonas.. haha .. I love you baby!! Yaaay! Best husband ever.
 
પ્રિયંકાએ પોસ્ટમાં લખ્યું જ્યારે હબી નંબર 1 આવે તો વાઈફીને કાર મળે છે. ઈંટ્રોડયૂસિંગ એક્સટ્રા ચોપડા જોનસ. હા... હા આઈ લવ યૂ બેબી. બેસ્ટ હસબેંડ એવર. પ્રિયંકાના કારના બ્રાંડને પણ આ પોસ્ટમાં ટેગ કર્યું છે. જણાવીએ કે પાછલા દિવસો નિક જોનસનો નવું એલબમ સકર લાંચ થયું હતું. 
ત્યારબાદ નિક જોનસએ રેકાર્ડ કાયમ કર્યું છે અને તેને લઈને પ્રિયંકા ખૂબ ખુશ છે. દ જોનસ બ્રદર્સનો ડેબ્યો મ્યૂજિક વીડિયો હૉટ 100માં નંબર 1 પર આવી ગયું છે. તેના કારણે પ્રિયંકા ગૌરાવાંતિ અનુભવી રહી છે. 

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ ગુજરાતી જોક્સ- છોકરીઓ દુપટ્ટો કેમ પહેરે છે ?