Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પુલવામા હુમલાથી બોલીવુડ કલાકારોમાં આક્રોશ, વ્યક્તિ કરી જવાનોના પરિવાર પ્રત્યે સંવેદના

પુલવામા હુમલાથી બોલીવુડ કલાકારોમાં આક્રોશ, વ્યક્તિ કરી જવાનોના પરિવાર પ્રત્યે સંવેદના
, શનિવાર, 16 ફેબ્રુઆરી 2019 (16:09 IST)
ગુરૂવારે જમ્મુ-કાશ્મીર  (Jammu – Kashmir) ના પુલવામાં ક્ષેત્ર (Pulwama Area)માં સીઆરપીએફ (CRPF)ના કાફાલા પર થયેલ આત્મઘાતી હુમલો (Suicide Attack)થી આખો દેશ સદમામાં છે. આતંકીઓ (Terrorist) ના આ નાપાક હરકતથી આખો દેશ આક્રોશિત છે. આ ઘટના પર બોલીવુડ (Bollywood) એ પણ દુખ વ્યક્ત કર્યુ છે. કલાકારોએ સોશિયલ મીડિયા દ્વારા આતંકવાદીઓની કાયરતાપૂર્ણ હુમલાની નિંદા કરી અને જવાનોના પરિવાર પ્રત્યે સંવેદના પ્રકટ કરી. જાણો કોણે શુ કહ્યુ.. 
 
સલમાન ખાન - સલમાન ખાને ટ્વિટર પર ઘટનાની નિંદા કરતા લખ્યુ કે દેશ પ્રેમ માટે પોતાનો જીવ આપનારા સીઆરપીએફના જવાનોની શહાદત પર મારુ દિલ રહી રહ્યુછે.  જેમણે પોતાના પરિવારની સુરક્ષા માટે પોતાના જીવનુ બલિદાન આપ્યુ. 
 
વિક્કી કૌશલ -  ઉરી - ધ સર્જીકલ સ્ટાઈકના એક્ટર વિક્કી કૌશ્લએ પુલવામાં આતંકી હુમલા પર દુખ પ્રકટ કરત લખ્યુ, 'પુલવામાં હુમલાના સમાચાર સાંભળીને ખૂબ હેરાન અને દુખી છુ.  શહીદ થયેલા બહાદુર જવાનોના પરિવાર પ્રત્યે મારી સંવેદનાઓ છે અને ઘાયલોન જલ્દી ઠીક થવાની પ્રાર્થના કરુ છુ. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વિવાદ /પુલવામાં હુમલા પર નિવેદન નવજ્યોત સિંહ સિદ્ધૂને પડ્યુ ભારે, ધ કપિલ શર્મા શો માંથી થઈ છુટ્ટી