rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આદિત્ય રૉય કપૂરના ઘરમાં અજાણી મહિલાએ કરી ઘુસપેઠ, કેસ નોંઘાયો

Aditya Roy Kapur
, મંગળવાર, 27 મે 2025 (16:10 IST)
સલમાન ખાનના ઘરમાં ઘુસપેઠની કોશિશ પછી હવે ફેમસ અભિનેતા આદિત્ય રોય કપૂરના ઘરમાં અજાણી મહિલા દાખલ થઈ. પ્રાથમિક રૂપથી મળતી માહિતી મુજબ એક અજ્ઞાત મહિલાએ અભિનેતા આદિત્ય રોય કપૂરે બ્રાંદ્રા વેસ્ટ સ્થિત નિવાસમાં ઘુસપેઠ કરી. પછી મહિલાની ઓળખ 47 વર્ષીય ગઝાલા ઝકારિયા સિદ્દીકીના રૂપમાં થઈ.   જેણે દાવો કર્યો કે તે અભિનેતાને એક ભેટ આપવા માંગતી હતી. જોકે અભિનેતાએ તેને ઑળખવાની ના પાદ ઈ દીધી. અભિનેતાની હાઉસ હેલ્પ દ્વારા નોંધાયેલ ફરિયાદના આધાર પર ખાર પોલીસે 26 મે ના રોજ સિદ્દીકી વિરુદ્ધ ઘુસપેઠ (ટ્રેસ પાસિંગ)નો મામલો નોંધ્યો. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by @adityaroykapur

 
 ફૈન બનીને ઘરમાં ઘુસી મહિલા 
પોલીસ એફઆઈઆર મુજબ અભિનેતા આદિત્ય રોય કપૂર બ્રાંદ્રા વેસ્ટ સ્થિત રિજવી કૉમ્પ્લેક્સમાં રહે છે. 26 મે ના રોજ અભિનેતા શૂટિંગ માટે ઘરથી બહાર હતા  અને તેમની ઘરેલુ સહાયિકા સંગીતા પવાર (49 વર્ષ) ઘરમાં એકલી હતી. સાંજે લગભગ 6 વાગે ડોરબેલ વાગી. દરવાજા ખોલતા નોકરાણીએ એક મહિલાને સામે ઉભેલી જોઈ. મહિલાએ પુછ્યુ કે શુ આ આદિત્ય રોય કપૂરનુ ઘર છે. જ્યારે નોકરાણીએ ચોખવટ કરી કે હા આ આદિત્ય કપૂરનુ ઘર છે તો અજાણી મહિલાએ કહ્યુ કે તે અભિનેતા માટે કપડા અને અન્ય ભેટ લાવી છે. નોકરાણીએ તેના પર વિશ્વાસ કર્યો અને તેને અંદર આવવા દીધી. નોકરાનીને પુછ્યુ કે તે કેટલા વાગે આવવાની હતી તો મહિલાએ જવાબ આપ્યો 6 વાગે.  
 
ઘરે આવ્યા અભિનેતા તો સામે હતી મહિલા 
થોડી વાર પછી અભિનેતા ઘરે પરત આવ્યો. નોકરાણીએ તેને મહિલાની ઉપસ્થિતિ અને તેને મળવાના ઈરાદા વિશે બતાવ્યુ. પણ મહિલાને જોતા જ અભિનેતાએ કહ્યુ કે તે તેને નથી ઓળખતો. મહિલાએ અભિનેતા પાસે પહોચવાની કોશિશ કરી જેનાથી અભિનેતા ઘર છોડીને સોસાયટીની મેનેજર જયશ્રી ડંકડૂને સોચના આપવા બહાર નીકળી ગયા. ડંકડૂએ અભિનેતાની મેનેજર શ્રૃતિ રાવને સૂચના આપી.  જે તરત જ રિઝવી હાઈટ્સ પહોચી અને ખાર પોલીસને સંપર્ક કર્યો. જ્યાર નોકરાણીએ મહિલાને ઘર છોડવાનુ કહ્યુ તો તેણે ના પાડી દીધી અને અભિનેતાના ઘરમાં રોકાવવાની જીદ કરવા લાગી. 
 
પોલીસે શરૂ કરી તપાસ 
 
ખાર પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. મહિલાએ પોતાની ઓળખ ગઝાલા ઝકારિયા સિદ્દીકી તરીકે આપી, જે દુબઈની રહેવાસી છે અને 47 વર્ષની છે. જોકે, જ્યારે તેણીની મુલાકાતનો હેતુ અને તે અભિનેતાના ઘરે કેવી રીતે પહોંચી તે વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણીએ અસ્પષ્ટ જવાબો આપ્યા. પ્રાથમિક તપાસના આધારે, પોલીસે તારણ કાઢ્યું કે તે અભિનેતાના ઘરમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ્યો હતો, જે ગુનાહિત ઇરાદો હોઈ શકે છે. સિદ્દીકી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 331(2) (ઘરમાં ઘૂસણખોરી અથવા ઘર તોડવા બદલ સજા) હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

HBD Dilip Joshi -Jethalal સલમાનની ફિલ્મથી કર્યુ ડેબ્યૂ, આજે આટલા કરોડના માલિક