19 જાન્યુઆરી, 2025 સુધી ચાલેલો નાના પડદા પરનો સૌથી લોકપ્રિય રિયાલિટી શો 'બિગ બોસ 18'નો ગ્રાન્ડ ફિનાલે ખૂબ જ મજેદાર અને ધમાકેદાર રહ્યો. મોડી રાત સુધી ચાલેલા ફિનાલેમાં, શોના સૌથી લોકપ્રિય કન્ટેસ્ટંટ કરણવીર મહેરાને આ સીઝનના વિજેતા જાહેર કરવામાં આવ્યા, જ્યારે કરણવીર સાથે કન્ટેસ્ટંટનો વિરોધ અને ટેકો આપનાર વિવિયન ડીસેનાને રનર અપ રહ્યા . જ્યારે રજત દલાલ ટોપ 3 માં સ્થાન મેળવવામાં સફળ રહ્યા. આ સાથે સલમાન ખાને કરણવીર મહેરાને પોતાના હાથે ટ્રોફી અને 50 લાખ રૂપિયા પણ આપ્યા. જ્યારે ઈશા સિંહ અને ચુમ દારંગનું બિગ બોસ સીઝન 18 ના વિજેતા બનવાનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું.
બિગ બોસ 18 કન્ટેસ્ટંટની લીસ્ટ
બિગ બોસ સીઝન 18, 4 ઓક્ટોબર,2024 ના રોજ પ્રસારિત થવો શરૂ થયો હતો. આ વખતે વિવિયન ડીસેના, કરણવીર મહેરા, અવિનાશ મિશ્રા, ચાહત પાંડે, એલિસ કૌશિક, ઈશા સિંહ, મુસ્કાન બામને, શહેઝાદા ધામી, શિલ્પા શિરોડકર, ગુણરત્ન સદાવર્તે, અરફીન ખાન, સારા અરફીન ખાન, તજિન્દર સિંહ બગ્ગા, હેમા શર્મા ઉર્ફે વિરલ ભાભી, શ્રુતિકા અર્જુન, નાયરા એમ બેનર્જી, ચુમ દારંગ અને રજત દલાલ કન્ટેસ્ટંટ રહ્યા હતા.
કોણ છે કરણવીર મહેરા ?
કરણવીર મહેરા છેલ્લા 19 વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં છે. તેમણે ઘણા ટીવી શો કર્યા. તેમણે 2005 માં ટીવીની દુનિયામાં પ્રવેશ કર્યો. તે રોહિત શેટ્ટીના શો 'ખતરોં કે ખિલાડી 14' ના વિજેતા પણ રહી ચૂક્યા છે. આમાં તેણે 20 લાખ રૂપિયાની સાથે એક ચમકતી ટ્રોફી પણ જીતી. કરણવીરે કૃષ્ણા શ્રોફ અને ગશ્મીર મહાજાનીને હરાવીને વિજેતાની ટ્રોફી જીતી. કરણ વીરે 2004 માં 'રીમિક્સ' શો દ્વારા ટીવી ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. બાદમાં તે 'બીવી ઔર મૈં', 'રાગિની એમએમએસ 2', 'મેરે ડેડ કી મારુતિ' અને 'ઇટ્સ નોટ ધેટ સિમ્પલ' માં દેખાયો.