Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સલમાન ખાનને ફરી મળી ધમકી, વર્લી પોલીસે નોંધ્યો કેસ

Salman Khan
, સોમવાર, 14 એપ્રિલ 2025 (13:36 IST)
બોલીવુડના સુપરસ્ટાર અભિનેતા સલમાન ખાનને એકવાર ફરીથી જીવથી મારવાની ધમકી મળી છે. બતાવાય રહ્યુ છે કે મુંબઈના વર્લીમાં વાહનવ્યવ્હાર વિભાગના વ્હાટ્સએપ નંબર પર ધમકી મોકલવામાં આવી છે. આવુ પહેલીવાર નથી જ્યારે સલમાન ખાને આ પ્રકારની ધમકી મળી હોય. આ પહેલા પણ અનેકવાર સલમાન ખાને ધમકી આપવામાં આવી છે.  હાલ આ મામલે પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે અને એક અજ્ઞાત વ્યક્તિ વિરુદ્ધ પોલીસે મામલો પણ નોંધી લીધો છે.  અત્યાર સુધી આ વાત સ્પષ્ટ થઈ નથી કે ધમકી મોકલનારો વ્યક્તિ કોણ છે.  
 
સલમાન ખાનને મળી જાનથી મારવાની ધમકી 
અભિનેતા સલમાન ખાને તેમના ઘરમાં ઘુસીને જીવથી મારવાની ધમકી આપવામાં આવી છે. આ ઘમકીમાં અભિનેતા સલમાન ખાનની કારને બોમ્બથી ઉડાવવાની વાત કહેવામાં આવી છે.  આ ઘમકીમાં અભિનેતા વર્લી પોલીસ સ્ટેશનમાં ફોન કરનારા અજ્ઞાત વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે આ મામલામાં કાર્યવાહી કરતા અજ્ઞાત વ્યક્તિ વિશે જાણવાની કોશિશ કરી રહી છે. હાલ આ મામલા પર સલમાન ખાન કે તેમના પરિવાર દ્વારા કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. 

અનેક વર્ષોથી મળી રહી છે ધમકીઓ 
છેલ્લા કેટલાક વર્ષોમાં બોલીવુડ અભિનેતાને લોરેંસ બિશ્નોઈ ગેંગ તરફથી ધમકીઓ મળી રહી છે. ગયા વર્ષે સલમાનના ઘર ગ્લેક્સી એપાર્ટમેંટ પર ફાયરિંગ પણ કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ મામલો ગરમાયો હતો. સલમાન ખાનની સિક્યોરિટી વધારી દેવામાં આવી હતી. આ દરમિયાન નેતા બાબા સિદ્દીકીની પણ હત્યા કરવામાં આવી જેની જવાબદારી લોરેંસ બિશ્નોઈ ગેંગે લીધી. બાબા સિદ્દીકી સલમાન ખાનના નિકટના માનવામાં આવતા હતા.  આ મામલે છેલ્લા કેટલાક દિવસોથી સતત કાર્યવાહી થઈ રહી છે. પોલીસે અનેક લોકોની ધરપકડ કરી છે. 2024માં બે અજ્ઞાત વ્યક્તિઓએ ફરજી ઓળખ પત્રનો ઉપયોગ કરીને સલમાન ખાનના પનવેલ ફાર્મહાઉસમાં બળજબરીપૂર્વક ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે પછી પોલીસ ઝડપથી એક્શનમાં આવી ગઈ હતી.  
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Kedarnath opening date 2025- વર્ષ 2025માં કેદારનાથ અને ચાર ધામોના દરવાજા ક્યારે ખોલવામાં આવશે?