Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગ્રે ડિવોર્સના સમાચાર વચ્ચે એશ્વર્યા-અભિષેકે એક સાથે સેલિબ્રેટ કરી એનિવર્સરી જુઓ ફોટા

aishwarya rai
, સોમવાર, 21 એપ્રિલ 2025 (13:04 IST)
aishwarya rai
Aishwarya Rai Abhishek Bachchan Wedding Anniversary:એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન હાલ પોતાની ફિલ્મોથી વધુ પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. થોડા દિવસ પહેલા કપલે ગ્રે-ડિવોર્સના સમાચાર સામે આવ્યા હતા. પણ આ માત્ર એક અફવા જ સાબિત થઈ. આ દરમિયાન એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચની એક નવી તસ્વીર વાયરલ થઈ રહી છે. આ તસ્વીરમાં એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન સાથે એનિવર્સરી સેલીબ્રેટ કરતા દેખાય રહ્યા છે. આ તસ્વીરમાં કપલ સાથે તેમની પુત્રી આરાધ્ય બચ્ચન પણ દેખાય રહી છે.  
 
સાથે જોવા મળ્યા એશ્વર્યા રાય - અભિષેક બચ્ચન 
એશ્વર્યા રાયે હાલ તાજેતરમાં પોતાના ઈસ્ટાગ્રામ હેંડલ પરથી નવી તસ્વીર શેર કરી છે. આ તસ્વીરમાં એશ્વર્યા રાય પોતાના પતિ અભિષેક બચ્ચન સાથે જોવા મળી રહી છે. કપલની આ તસ્વીર ખૂબ વાયરલ થઈ રહી છે.  
આરાધ્યા બચ્ચને ખેંચુ ધ્યાન 
એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન સાથે આ વાયરલ થઈ રહેલી તસ્વીરમાં તેમની પુત્રી આરાધ્યા બચ્ચન પણ દેખાય રહી છે. પપ્પા-મમ્મીની વેડિંગ એનીવર્સરી પર સૌનુ ધ્યાન આરાધ્યા બચ્ચને પોતાની તરફ ખેંચી લીધુ. 
 
આ વર્ષે થયા હતા એશ્વર્યા-અભિષેકના લગ્ન 
એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચને વર્ષ 2007મા લગ્ન કર્યા હતા. હવે એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના લગ્નને 18 વર્ષ પૂરા થઈ ગયા છે. આ અવસર પર  એકવાર ફરી કપલ ડાયવોર્સના સમાચારને ખોટા ઠેરવી એકસાથે જોવા મળ્યા. વેંડિગ એનીવર્સરી પર શેયર કરેલી કપલની તસ્વીર પર યુઝર્સ ખૂબ કમેંટ કરી રહ્યા છે.  
 
વેડિંગ એનીવર્સરી પર ન જોવા મળ્યા જયા-અમિતાભ 
એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનની વેડિંગ એનિવર્સરીની તસ્વીરમાં જયા બચ્ચન અને અમિતાભ બચ્ચન ન દેખાતા તેને લઈને સમાચાર આવવા શરૂ થઈ ગયા છે. લોકો કમેંટમા તેને લઈને પણ સવાલ કરી રહ્યા છે.  
 
મમ્મી સાથે રહે છે એશ્વર્યા રાય 
મીડિયા રિપોર્ટ્સ મુજબ એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન લાંબા સમયથી જુદા-જુદા ઘરમાં રહી રહ્યા છે.  એશ્વર્યા રાય હાલ પોતાની પુત્રી સાથે માતાના ઘરમાં રહે છે.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Gujarati jokes - નવરત્ન તેલ