એશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનના છુટાછેડાના સમાચાર છેલ્લા કેટલાક મહિનાઓથી જોરો પર હતા. દરેક બાજુ એ જ ચર્ચા હતી કે બચ્ચન પરિવારમાં ફૂટ પડી ચુકી છે અને એશ્વર્યા અભિષેક દરેક જગ્યાએ જુદા જુદા જ જોવા મળી રહ્યા હતા. પછી ભલે એ કોઈ ફંક્શન હોય કે ઈવેંટ, એશ્વર્યા-અભિષેક દરેક સ્થાને જુદી જુદી હાજરી આપતા જોવા મળ્યા. એટલુ જ નહી બંનેયે સાથે ફોટો પણ ક્લિક ન કરાવ્યો. પણ હવે બોલીવુડ કપલની એવી ફોટો સામે આવી છે જેને જોયા બાદ એશ્વર્યા-અભિષેક વચ્ચે બધુ ઠીક ન હોવાની વાત કહેનારાઓના મોઢા પર તાળુ લાગી જશે.
એશ્વર્યા-અભિષેકે સાથે જ કરી પાર્ટી
એશ્વર્યા-અભિષેકે તાજેતરમાં જ એક પાર્ટીમાં સાથે જોવા મળ્યા. આ ઈવેંટથી બંનેની તસ્વીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. બંનેની આ ફોટો સામે આવ્યા બાદ તેમની ડાયવોર્સની અફવાઓ ખોટી સાબિત થતી જોવા મળી રહી છે. ફિલ્મ પ્રોડ્યુસર અનુ રંજને આ તસ્વીરો સોશિયલ મીડિયા પર શેયર કરી છે, જેમા અભિષેક-એશ્વર્યા સાથે સેલ્ફી માટે પોઝ આપતા જોઈ શકાય છે. આ ફોટો જોયા પછી કપલ્સના ફેંસ ખૂબ ખુશ છે.