Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અટલ બિહારી વાજપેયી ભારત રત્ન મેળવનારા 7માં પીએમ બન્યા

અટલ બિહારી વાજપેયી ભારત રત્ન મેળવનારા 7માં પીએમ બન્યા
નવી દિલ્હી. , શુક્રવાર, 27 માર્ચ 2015 (18:13 IST)
પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને આજે દેશનુ સૌથી મોટુ સન્માન ભારત રત્ન આપવામાં આવ્યુ. આ સન્માન તેમને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા આપવામાં આવ્યુ. ખરાબ સ્વાસ્થ્ય હોવાને કારણે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પ્રોટોકોલ તોડીને વાજપેયીના ઘરે જઈને જ આ સન્માનથી સન્માનિત કર્યા. આ અવસર પર વાજપેયીના ઘરે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી રાજનાથ સિંહ, વિદેશમંત્રી સુષમા સ્વરાજ, રક્ષા મંત્રી મનોહર પર્રિકર, મુરલી મનોહર જોશી અને અન્ય ગણમાન્ય લોકો હાજર હતા. 
 
વાજપેયી ભારત રત્ન મેળવનારા દેશના સાતમાં પ્રધાનમંત્રી હશે. આ પહેલા જવાહર લાલ નેહરુ, ઈંદિરા ગાંધી, રાજીવ ગાંધી મોરારજી દેસાઈ, લાલ બહાદુર શાસ્ત્રી અને ગુલજારીલાલ નંદાને આ સન્માન મળી ચુક્યુ છે. દેશના 45માં નાગરિક છે.  અડધી સદીથી વધુ રાજનૈતિક યાત્રામાં વાજપેયી એ પસંદગીના નેતાઓમાંથી રહ્યા છે જેમના વિરોધી પણ તેમનુ ખૂબ સન્માન કરે છે. ગઠબંધન ધર્મને નિભાવવુ એ બીજા નેતાઓને વાજપેયીએ જ શિખવાડ્યુ. વર્ષ 1951માં જનસંઘની સાથે ઔપચારિક રૂપે રાજનીતિના મેદાનમાં પગ મુકનારા વાજપેયી એ 3 વાર દેશની કમાન સાચવી. 
 
પહેલા 13 દિવસ પછી 13 મહિના અને પછી પૂરા પાંચ વર્ષ સુધી. વાજપેયી એકમાત્ર એવા નેતા હતા જે જ્યારે બોલવુ શરૂ કરતા તો સદનનો દરેક સભ્ય કોઈપણ પ્રકારના વિરોધ વગર સાંભળતો હતો. તેમની ભાષણ કલાના કાયલ તો દેશના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુ પણ હતા. વાજપેયી સારા રાજનેતા રહ્યા તો કોમળ હ્રદય કવિ પણ.  તમામ મુદ્દા પર તેમની કલમમાંથી નીકળેલી કવિતાઓ લોકોના દિલ સુધી પહોંચી. 
 
બીજી બાજુ ગયા વર્ષે ડિસેમ્બરમાં વાજપેયી ઉપરાંત જાણીતા સ્વાધીનતા સેનાની અને બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક પંડિત મદન મોહન માલવીયને ભારત રત્નથી સન્માનિત કરવાની જાહેરાત થઈ હતી. માલવીયને 31 માર્ચના રોજ ભારત રત્ન આપવામાં આવશે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

AAPમાં સૌથી મોટી બગાવત - પ્રશાંત ભૂષણે કેજરીવાલને તાનાશાહ બતાવ્યા