આ વર્ષે કોઈ પણ ખેલાડીને દેશનુ સર્વશ્રેષ્ઠ સન્માન ભારત રત્ન પર સંશય કાયમ છે. પ્રતિષ્ઠિત રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર માટે પણ આ વર્ષે કોઈ ખેલાડીના નામની ભલામણ કરવામાં આવી નથી.
આ વર્ષે સમાચાર હતા કે મેજર ધ્યાનચંદને ભારત રત્ન સન્માન આપી શકાય છે. પણ આ બાબતે સરકારે હજુ સુધી પોતાનુ વલણ સ્પષ્ટ કર્યુ નથી. સમાચાર મુજબ ખેલ મંત્રાલયે ધ્યાનચંદને ભારત રત્ન આપવાની ભલામણ કરી હતી. પણ મામલો હજુ સ્પષ્ટ નથી.
જ્યારે કે અર્જુન પુરસ્કારો માટે ક્રિકેટર રવિચંદ્રન અશ્વિન સહિત 15 ખેલાડીઓના નામની ભલામણ કરવામાં આવી છે. દિગ્ગજ ક્રિકેટર કપિલદેવની આગેવાનીવાળી 12 સભ્યની પસંદગી સમિતિએ અહી બેઠકમાં સાત ઉમેદવારોમાંથી કોઈના પણ નામની ભલામણ ભારત રત્ન્માટે નહી કરવાનો નિર્ણય કર્યો.
વર્ષ 1991માં દેશનુ સર્વોચ્ચ ખેલ સન્માનની શરૂઆત પછી આ ત્રીજીવાર છે કે જ્યારે કોઈ ખેલાડીને આ સન્માન નહી આપવામાં આવે. અશ્વિન ઉપરાંત અર્જુન પુરસ્કાર માટે અખિલેશ વર્મા(તીરંદાજી) ટિટૂ લુકા(એથલેટિક્સ), એચએન ગિરીશા(પૈરાલંપિક) વી દીજુ(બૈડમિંટન) ગીતુ આન જોસ(બાસ્કેટબોલ) જય ભગવાન(મુક્કેબાજી), અનિર્બાન લાહિડી (ગોલ્ફ), મમતા પુજારી (કબડ્ડી), સાજી થામસ(રોઈંગ) હીના સિદ્ધૂ (નિશાનેબાજી) અનાકા અલંકામોની (સ્કવોશ), ટામ જોસફ(વોલીબોલ) રેનુબાલા ચાનૂ (ભારોત્તોલન) અને સુનીલ રાણા (કુશ્તી)ના નામની ભલામણ કરવામાં આવી છે.
પસંદગી પૈનલના એક સભ્યએ નામ જાહેર ન કરવાની શરત પર જણાવ્યુ કે પસંદગી પૈનલને ખેલ રત્ન પર વિચાર માટે રાખવામાં આવેલ સાત નામોનુ આકલન કર્યુ પણ કોઈપણ આ માટે યોગ્ય ન જોવા મળ્યા.
સભ્યએ કહ્યુ કે અમે ખેલ રત્ન પુરસ્કર માટે બધા સાત નામો પર ચર્ચા કરી. સૌથી લાંબી ચર્ચા ગોલ્ફર જીવ મિલ્ખા સિંહના નામને લઈને થઈ જ્યારે કપિલે તેમના નામનો ઉલ્લેખ કર્યો પણ અંતે પૈનલે તેમના નામ વિરુદ્ધ નિર્ણય કર્યો.
એવુ પણ જાણવા મળ્યુ છે કે 2011માં અર્જુન પુરસ્કાર મળવો સોમદેવ દેવબર્મનના વિરુદ્ધ ગયુ કારણ કે પેનલના કેટલાક સભ્યોનુ માનવુ હતુ કે ત્યારબાદ તેમણે ખૂબ વધુ સફળતા મેળવી નહી. ખેલ રત્ન અને અર્જુન પુરસ્કારની પસંદગી પૈનલમાં અંજુ બાબી જોર્જ અને કુંજરાની દેવી જેવા ખેલાડીનો સમાવેશ હતો જેમને પોતાન પણ સર્વોચ્ચ સન્માનતી સન્માનિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પૈનલમાં બે મીડિયાકર્મચારી અને ત્રણ સરકારી અધિકારીનો સમાવેશ હતો જેમા ભારતીય ખેલ પ્રાધિકરણના મહાનિદેશક જિજી થામસનનો પણ સમાવેશ છે.