Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વાજપેયી અને માલવીયને ભારત રત્ન

વાજપેયી અને માલવીયને ભારત રત્ન
નવી દિલ્હી. , બુધવાર, 24 ડિસેમ્બર 2014 (11:42 IST)
પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી અને મદનમોહન માલવીયને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન આપવામાં આવશે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ટ્વીટ કરી આ વાતની માહિતી આપી. મંગળવારે પ્રધાનમંત્રી  રહેઠાણ પર પાર્ટી કોર ગ્રુપની બેઠક થઈ. જેમા આ વાતની ચર્ચા થઈ હતી. 
 
આ પહેલા પ્રધાનમંત્રી તરફથી બંને નેતાઓના નામ રાષ્ટ્રપતિની પાસે મોકલી દેવામાં આવ્યા હતા. સૂત્રોનુ કહેવુ છે કે 26 જાન્યુઆરીના રોજ તેમને ભારત રત્ન આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી દરમિયાન પ્રધનામંત્રી મોદીએ બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયની સ્થાપના કરનારા માલવીયને ભારત રત્ન આપવાનુ વચન આપ્યુ હતુ. 
 
પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને ભારત રત્ન આપવાના સમર્થનમાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને જેડીયુ નેતા નીતીશ કુમાર પણ આવી ગયા છે. તેમણે કહ્યુ કે વાજપેયીને યુપીએ સરકાર દરમિયાન જ ભારત રત્ન આપવો જોઈએ હતો. હુ પણ ભારત રત્ન આપવાનુ સમર્થન કરુ છુ. 
 
વાજપેયી વિશે નીતીશે કહ્યુ તેમની એક ઉદાર વિચાર હતો અને તેઓ હંમેશા વિભાજનકારી એજંડાને દૂર રાખતા પોતાના ગઠબંધન સહયોગીઓનુ સન્માન કરતા હતા. વાજપેયીને જન્મદિવસની શુભેચ્છા આપતા તેમણે કહ્યુ કે એનડીએ શાસન દરમિયાન મે તેમની પાસેથી અનેક વાતો શીખી.  
 
લાલકૃષ્ણ અડવાણીએ પણ હકદાર બતાવ્યા. -વાજપેયીને ભારત રત્ન આપવાની ચર્ચાઓ દરમિયાન તેમના રાજનીતિક હમસફર લાલકૃષ્ણ અડવાણીએ કહ્યુ કે અટલ સાચા રૂપે સન્માનના હકદાર છે. બીજેપી વરિષ્ઠ નેતા અડવાણીએ કહ્યુ કે એક પ્રધાનમંત્રીના રૂપમા વાજપેયીનો કાર્યકાળ શાનદાર રહ્યો છે અને તેમને આ સન્માન મળવુ જ જોઈએ. 

Share this Story:

Follow Webdunia gujarati