rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હાઈટેક ! ભગવાન જગન્નાથની રથ યાત્રા પર મંડરાયુ 'અજનબી' ડ્રોન, અમદાવાદ પોલીસે હવામાં જ કર્યુ શૂટ

Ahmedabad Rath Yatra
અમદાવાદ , શુક્રવાર, 27 જૂન 2025 (13:28 IST)
અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રામાં ઉડી રહેલ એક ડ્રોનને તોડી પાડવામાં આવ્યુ છે. આ ડ્રોન મંજુરી વગર ઉડી રહ્યુ હતુ. અમદાવાદ પોલીસે એંટ્રી ડ્રોન કિલર ગનથી એક ડ્રોન ને તોડી પાડ્યુ. આ એંટ્રી ડ્રોન કિલર ગનની રેંજ બે કિલોમીટર છે. કોઈપણ અપ્રિય ઘટનાને રોકવા માટે અમદાવાદ પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત કર્યો છે. અમદાવાદ પોલીસ રથ યાત્રાની સુરક્ષા માટે તકનીકની મદદ લઈ રહ્યુ છે.  અમદાવાદ પોલીસ મુજબ ખાડિયામાં હાથીઓને બેકાબુ થવાછતા 148મી રથ યાત્રા સુચારુ રૂપથી આગળ વધી રહી છે. રથ યાત્રાની શરૂઆત પહેલા ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યુ.   
 
સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા 
રથયાત્રાને સારી રીતે સંપન્ન કરવા માટે જમીન પર જ્યા 23 હજાર  પોલીસ કર્મચારીઓ વ્યવસ્થા સાચવી રહ્યાછે તો બીજી બાજુ આકાશ પર   પણ નજર રાખવામાં આવી રહી છે.   શુક્રવારે સવારે જમાલપુરના ઐતિહાસિક ભગવાન જગન્નાથ મંદિરથી આ યાત્રા શરૂ થઈ હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સવારે મંદિર પહોંચ્યા અને મંગળા આરતી કરી. ત્યારબાદ તેમણે પરિવાર સાથે ભગવાન જગન્નાથના દર્શન કર્યા અને તેમના આશીર્વાદ લીધા. ત્યારબાદ રથયાત્રાનું પ્રસ્થાન થયું. રથયાત્રાના પ્રારંભ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા. અમદાવાદમાં જગન્નાથ રથયાત્રા ગુજરાતનો સૌથી મોટો ધાર્મિક કાર્યક્રમ છે. લાખો લોકો તેમાં ભાગ લે છે. આ વખતે ભીડ ક્યાં વધુ છે તે જોવા માટે AI કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
 
18 કિમી રૂટ 
અમદાવાદમાં રથયાત્રા જમાલપુરના ઐતિહાસિક 400 વર્ષ જૂના જગન્નાથ મંદિરથી શરૂ થાય છે. આ વખતે પણ યાત્રાનો જૂનો રૂટ એ જ છે. રથયાત્રા શહેરના જૂના વિસ્તારોમાંથી પસાર થાય છે. આ કુલ અંતર લગભગ 18 કિમી છે. આમાં ભગવાન જગન્નાથ, તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા ભવ્ય રથ પર સવારી કરતા અને હજારો ભક્તોને આશીર્વાદ આપતા જોવા મળશે. પોલીસના જણાવ્યા અનુસાર, રથયાત્રાના 148 મા સંસ્કરણમાં 14 -15  લાખ લોકો ભાગ લે તેવી અપેક્ષા છે. ગુજરાતભરમાંથી અને વિદેશમાંથી પણ લોકો અમદાવાદ રથયાત્રા જોવા અને ભાગ લેવા આવે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Raja Raghuvandhi Murder - કેસમાં મોટો વળાંક! સોનમની મુશ્કેલીઓ ઓછી થવા લાગી, બે આરોપીઓએ મેજિસ્ટ્રેટ સમક્ષ પોતાનું નિવેદન બદલ્યું