rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Ashadhi Bij Wishes 2025 : અષાઢી બીજની શુભકામના

Kutchi New Year Wishes 2025

kutch new year wishes
, શુક્રવાર, 27 જૂન 2025 (00:00 IST)
kutch new year wishes

Ashadhi Bij  શુક્લ પક્ષના બીજા દિવસે ઉજવવામાં આવે છે. કચ્છ નવું વર્ષ છે. ગુજરાતના કચ્છ ક્ષેત્રમાં આ હિન્દુ નવું વર્ષ ઉજવવામાં આવે છે. 27  જુલાઈના રોજ અષાઢી બીજનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. 27  જુલાઈ 2025 થી કચ્છ ક્ષેત્રમાં વિક્રમ સંવત 2081 શરૂ થઈ રહ્યો છે. અષાઢી બીજ એક પરંપરાગત તહેવાર છે અને ઘરોમાં ઉજવવામાં આવે છે. સંબંધીઓ, મિત્રો અને પડોશીઓ આ તહેવારમાં હાજરી આપે છે. આજે ઘણી સંસ્થાઓ પણ આ દિવસને મહત્વ આપી રહી છે અને સત્સંગ, સંગીત સ્પર્ધાઓ અને અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરી રહી છે. આ દિવસે ગણેશ, દેવી લક્ષ્મી અને અન્ય પ્રાદેશિક દેવતાઓની પૂજા કરવામાં આવે છે.
 
કચ્છના લોકો માટે, આ દિવસ ગુજરાતના કચ્છમાં વરસાદની શરૂઆત સાથે સંકળાયેલો છે. કચ્છ મોટાભાગે રણપ્રદેશ છે તેથી ત્યાં રહેતા લોકો વરસાદને ખૂબ મહત્વ આપે છે. ભારતમાં મુખ્યત્વે બે સ્થળોએ અષાઢી બીજ ઉજવવામાં આવે છે, વારાણસી, યુપીમાં વિશ્વનાથ મંદિર અને ગુજરાતના ઉમરેઠમાં મૂળેશ મહાદેવ મંદિર. આ ઉપરાંત, વિશ્વભરના કચ્છી લોકો આ દિવસને પોતાની રીતે ઉજવે છે. કચ્છી લોકો અષાઢી બીજના દિવસે તેમનું કચ્છી નવું વર્ષ ઉજવે છે. આ હિન્દુ કેલેન્ડર (જૂન-જુલાઈ) ના અષાઢ મહિનાના શુક્લ પક્ષનો બીજો દિવસ છે. યોગાનુયોગ, પ્રખ્યાત જગન્નાથ રથયાત્રા અમદાવાદ અને પુરીમાં અષાઢી બીજના દિવસે નીકળે છે.
 
વસંત ઋતુ મોસમની ભવિષ્યવાણીના રૂપમાં અષાઢી બીજ તહેવાર ઉજવાય જાય છે. અષાઢી બીજ દરમિયાન વાતાવરણમાં નમીની તપાસ કરે છે કે આવનારા ચોમાસામાં કયો પાક સૌથી સારો હશે. હવામાં નમીથી બીજ અને માટીનુ વજન વધે છે.  જો પ્રી-માનસૂનની હવામાં વધુ નમી છે તો આ ફક્ત સારા સંકેત છે કે વાતાવરણ સારુ રહેશે. 
 
webdunia
kutch new year wishes
1 અન્ન વધે, ધન વધે, શાંતિ વધે, હેત વધે, વધે દયાભાત 
તમે માણજો સહયોગ
અષાઢી બીજની શુભેચ્છા 
 
webdunia
kutch new year wishes
2 કોટે મોર ટહુયા વાદળે ચમકી વીજ, 
મારે રુદા રાણો સાયભળો 
આવી અષાઢી બીજ 
આપને અને આપના પરિવારને 
અષાઢી બીજની શુભેચ્છા... 
webdunia
kutch new year wishes
3  ગગન ગાજે ને મોરલા ટહુકે 
માથે ચમકતી વીજ 
એ હલો પાણજે કચ્છડે મે 
આવય અષાઢી બીજ... 
કચ્છી નવા વર્ષની હર્દિક શુભકામનાઓ 
webdunia
kutch new year wishes
4  કોટે મોર ટહુક્યા 
ને વાદળે ચમકી વીજ 
મારા વીરાને વતન સાંભળ્યુ 
જો ને આવી અષાઢી  બીજ 
શુભ અષાઢી બીજ 

webdunia
kutch new year wishes
5  ખારી ધરતી ખારુ પાણી 
ના માથે મઢુ હાય આય 
પાનજી નિશાની આવય અષાઢી બીજ 
અને એનકે નાવે વરે જી 
લખ લખ વધાઈ 
હેપી કચ્છી ન્યુ ઈયર 
webdunia
kutch new year wishes
 
6  અષાઢી બીજનો આશીર્વાદ 
તમારા ઘરને સમૃદ્ધિ અને ખુશીઓથી ભરી દે 
કચ્છ નવ વર્ષ ની હાર્દિક શુભકામનાઓ 
webdunia
kutch new year wishes
7 તમને ભરપૂર પાક સમૃદ્ધિ 
અને આનંદથી ભરેલુ એક 
નવા વર્ષની શુભેચ્છા 
અષાઢી બીજની શુભેચ્છા 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Jagannath puri rath yatra 2025 - જગન્નાથપુરીની રથયાત્રા માટે ભગવાનનો પોશાક ક્યાંથી આવે છે, જાણો શું ખાસ છે