Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

માત્ર બે શબ્દોથી જ હનુમાનજીને પ્રસન્ન કરો, બધી મનોકામના પૂરી થશે

માત્ર બે શબ્દોથી જ  હનુમાનજીને પ્રસન્ન કરો, બધી મનોકામના પૂરી થશે
, ગુરુવાર, 15 માર્ચ 2018 (00:46 IST)
રામ ભક્ત હનુમાન ખૂબ બુદ્ધિમાન, તાકતવર અને વિદ્યાવાન છે. તેમની પાસે અસીમિત શક્તિઓ છે. હનુમાન શ્રીરામને  પ્રેમ કરે છે. રામને એ પોતાના સ્વામી અને ખુદને તેમના સેવક સમજે છે. દેવી સીતા તેમને પોતાના  પુત્ર માને છે.  
 
હનુમાનજીએ સંપૂર્ણ  જીવન સીતારામની ભક્તિમાં ગાળ્યુ.  સીતારામ તેમના રોમ રોમમાં વસે છે. કહેવાય છે કે એક વાર તેણે પોતાની છાતી સીનો ચીરીને બતાવી તો એમાં માત્ર સીતારામ જ દેખાયા. શ્રીરામ પણ તેને તેટલો  જ પ્રેમ કરતા હતા.  માનવું છે કે દુનિયામાં જ્યાં પણ સીતારામનું નામ સ્મરણ કરવામાં આવે છે, 
આજે પણ ત્યાં હનુમાનજી કોઈને  કોઈ રૂપમાં આવી જાય છે. આવો જ રામ અને હનુમાનનો પ્રેમ છે જે  અમર છે.  
webdunia
ભગવાન રામનું  નામ લેવા માત્રથી બધી સમસ્યાઓનું સમાધાન શક્ય છે. પણ દેવી સીતા વગર રામ અધૂરા છે.  સીતારામ બોલવાથી તે પૂર્ણ છે. હનુમાનજીને 
 
પ્રસન્ન કરવા માટે બે શબ્દ બોલો જય સીતારામ . જ્યારે પણ હનુમાનજીના મંદિર અથવા ચિત્રના દર્શન થાય . તેની સામે સાચા મનથી જય સીતારામ અભિવાદન કરો. આ બે શબ્દોના જપ પછી તમને બીજી કોઈ પૂજાની જરૂર નહી પડે. 
webdunia
 
મનુષ્યની ઈચ્છાઓ અનંત છે. સંસારની એવી કોઈ કામના નથી  જેને હનુમાન પૂરી નથી કરતા.  હનુમાનજીને  રામ ભક્ત બહુ પ્રિય છે.  હનુમાનજીની ઉપાસના કરવા બે શબ્દનો જાપ સરળ માધ્યમ છે તેનાથી જ ઈચ્છાઓ પૂરી કરો.  
 
મંગળવારના દિવસે જે માણસ સાચા મનથી "સીતારામ" નું સ્મરણ પૂજા પાઠ હનુમાન મંદિરમાં જઈને તેના સ્વરૂપ સામે કરે છે. એની બધી મનોકામના હનુમાનજી પૂરી કરે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નવરાત્રિમાં કરો સાત ઈલાયચીના આ ઉપાય ધન વરસશે તમારા દ્વારે(See Video)