ભારતીય ઘરોમાં કેટલીક પરંપરાઓ છે જેનું પાલન આપણા વડીલો કરતા આવી રહ્યા છે. પણ ધીમે-ધીમે આધુનિકતાના ચક્કરમાં નવી પેઢી આ પરંપરાઓથી દૂર થતી જાય છે. તેથી જ તો આજકાલ ઘરોમાં પ્રેમ લાગણી અને ધન રહ્યુ નથી. પહેલા એક કમાવતો હતો આખું પરિવારનું ભરણ પોષણ થતુ હતુ. પણ આજકાલ લગભગ બધા કમાવે છે તોય પણ ઘરમાં કોઈ ન કોઈ વસ્તુનો અભાવ રહે છે.
જે ઘરમાં મહિલાઓ રાત્રે સૂતા પહેલા આ કામ કરે છે ત્યાં સવારે લક્ષ્મી ચોક્કસ આવે છે.
* ઘરમાં વૈભવ , સંપન્નતા અને ખુશહાલી માટે રાત્રે સૂતા પહેલા વાસણ ધોઈને રસોડાને સાફ કરીને સૂવુ જોઈએ.
* મુખ્યદ્વાર પાસે કચરાનો ડબ્બો રાખવાથી પાડોશીઓ સાથે સંબંધો ખરાબ થાય છે અને લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરી શકતી નથી.
* સૂર્યાસ્ત સમયે જો કોઈ બહારનો માણસ તમારી પાસે દૂધ કે દહીં માગે તો ન આપવું જોઈએ આનાથી લક્ષ્મી ઘરમાંથી બહાર નીકળી જાય છે.
*સાવરણીને દક્ષિણ પશ્ચિમ દિશામાં સંતાડીને મુકો.
* સૂતા પહેલા વાળ ન ખોલવા.