Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સૂર્યાસ્ત સમયે કોઈને ન આપશો આ 5 વસ્તુઓ... નહી તો જતી રહેશે ઘરમાંથી બરકત

સૂર્યાસ્ત સમયે કોઈને ન આપશો આ 5 વસ્તુઓ... નહી તો જતી રહેશે ઘરમાંથી બરકત
, શુક્રવાર, 10 ઑગસ્ટ 2018 (18:00 IST)
માન્યતાઓ મુજબ દાન કરવુ હંમેશા પુણ્યનુ કામ માનવામાં આવે છે. પણ કેટલીક વસ્તુઓ એવી પણ છે જે જેમનુ સૂર્યાસ્ત સમયે દાન આપવુ તમારા પર ભારે પડી શકે છે.  તેનાથી તમારી આર્થ્જિક સ્થિતિ પણ કમનોર થાય છે. જો તમને તમારા ઘરની બરકતને કાયમ રાખવી છે તો તમારે આ વસ્તુઓ વિશે જરૂર જાણવુ જોઈએ. ચાલો જાણીએ છેવટે શુ છે એ વસ્તુઓ જેનુ સૂર્યાસ્ત સમયે દાન ન કરવુ જોઈએ. 
 
- સાંજના સમયે ડુંગળી-લસણનુ દાન કરવાથી બચો. તેનો સંબંધ કેતુ ગ્રહ સાથે માનવામાં આવે છે. કેતુ ગ્રહને ઉપરી તાકતોનો સ્વામી માનવામાં આવે છે. સાથે જ તેનો સંબંધ જાદુ ટોણા સાથે પણ છે.  તેથી ડુંગળી લસણ આપવુ સારુ શુકન નથી. 
 
- સાંજના સમયે લોકો ઘરના મુખ્ય દ્વાર ખોલી મુકે છે. ઉલ્લેખનીય છે કે આ સમય ઘરમાં લક્ષ્મીજીનુ આગમન થાય છે.  આવામાં ધન કોઈ બીજાને આપવુ લક્ષ્મીને વિદાય કરવા જેવુ માનવામાં આવે છે. 
 
-  લાલ પુસ્તક મુજબ  જેમનો ગુરૂ બળવાન અને શુભ છે તેમણે ગુરૂવારે કોઈને પણ હળદર ન આપવી જોઈએ. ખાસ કરીને સાંજના સમયે. આ દિવસે હળદર આપવાથી ગુરૂ કમજોર થય છે. સાથે જ ધન અને વૈભવમાં કમી આવે છે. 
 
- પુરાણો મુજબ દૂધનો સંબંધ લક્ષ્મી અને વિષ્ણુ સાથે માનવામાં આવી રહ્યો છે. આ જ કારણ છે કે સાંજે આ કોઈને આપવુ સારુ નથી માનવામાં આવતુ. માન્યતા છે કે તેનાથી બરકત જતી રહે છે. ઘરમાં સુખ શાંતિ માટે સાંજે દૂધનુ દાન ન કરો. 
 
- જ્યોતિષ મુજબ એવુ કહેવાય છે કે દહીનો સંબંધ શુક્ર સાથે માનવામાં આવ્યો છે. બીજી બાજુ સુખ અને વૈભવનો કારક માનવામાં આવે છે. તેથી સૂર્યાસ્ત સમયે તેને કોઈને આપવાથી સુખ અને વૈભવમાં કમી આવે છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

15મી ઓગસ્ટ વિશેષ - ભારતને અંગ્રેજીમાં ઈંડિયા કેમ કહે છે ?