NZ vs NED World Cup 2023- વર્લ્ડકપમાં પોતાની પ્રથમ મેચ જીતી ચૂકેલી ન્યુઝીલેન્ડની સામે નેધરલેન્ડના પડકારનો સામનો કરવો પડે છે. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે.
આ મેચમાં નેધરલેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આવી સ્થિતિમાં કીવી ટીમે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 322 રન બનાવ્યા હતા. હવે જો ડચ ટીમ આ મેચ જીતવા માટે 323 રનના લક્ષ્યનો પીછો કરવો પડશે.
ન્યૂઝીલેન્ડની ટીમ વર્લ્ડ કપ 2023માં શાનદાર પ્રદર્શન કરી રહી છે અને તેના હાથમાં બ્રહ્માસ્ત્ર છે, જે તેને ટાઇટલ જીતવામાં પણ મદદ કરી શકે છે. ન્યૂઝીલેન્ડના 23 વર્ષીય યુવા ઓલરાઉન્ડર રચિન રવિન્દ્રએ વર્લ્ડ કપ 2023માં પોતાની વિસ્ફોટક બેટિંગથી ધૂમ મચાવી દીધી છે. રચિન રવિન્દ્ર વર્લ્ડ કપ 2023માં પોતાના બેટથી સતત રન બનાવી રહ્યો છે.