Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજ્યવેરા કમિશનર કચેરીની ઓફિસમાં કર્મચારીઓની દાળવડા મંગાવવા મંજુરી માંગતી અરજી વાયર

application for daal vada
, સોમવાર, 9 ઑક્ટોબર 2023 (16:46 IST)
application for daal vada
ગુજરાતમાં હવે એ દિવસો દૂર નથી કે સરકારી કચેરીઓમાં અધિકારી કે કોઇ કર્મચારીઓએ રિસેસના સમય નાસ્તો કરવો હશે તો તેના માટે બાકાયદા ઉપરી અધિકારીની પરવાનગી માંગવા પણ ફાઈલને ઉચ્ચ અધિકારી સુધી ચલાવવી પડશે અથવા તો દરખાસ્ત કરવી પડશે  જો, કચેરી અધિક્ષકનો મૂડ સારો ન હોય તો જેમ રજા મંજૂર ન થાય એમ આવી નાસ્તા ફાઇલ પણ ના મંજુર થઈ શકશે 
webdunia
daal vada application

અમદાવાદના લાલદરવાજા બહુમાળી ભવનમાં સહાયક રાજ્ય વેરા કમિશનર, ઘટક- ૩ની કચેરીમાં કંઇક આવું જ થયું છે.અમદાવાદમાં રાજ્યવેરા કમિશનર કચેરીમાં એવો ફતવો બહાર પાડવામાં આવ્યો હતો કે, જો ઓફિસમાં નાસ્તો મંગાવવો હોય તો કમિશનરની મંજૂરી લેવી પડશે. આ કારણોસર રાજ્યવેરા કમિશનર કચેરીના કર્મચારીઓએ દાળવડા મંગાવવા માટે અરજી કરી હતી જે સોશિયલ મિડીયામાં ધૂમ વાયરલ થઇ છે. સહાયક વેરા કમિશનર અન્વેષા સી. ભટ્ટે પોતાની કચેરીના કર્મચારીઓને બહારથી નાસ્તો મંગાવવા માટે પરમિશન મેળવવા આદેશ કર્યો છે. અમદાવાદ સ્થિત રાજ્યવેરા કમિશનર કચેરીના કર્મચારીઓનુ કહેવુ છેકે, રાજ્યવેરા નિરીક્ષકે એવી સૂચના આપી હતીકે, જો ઓફિસમાં નાસ્તો મંગાવવો હોય તો રાજ્યવેરા કમિશનર એ.સી.ભટ્ટની મંજૂરી લેવી પડશે. જો આ સૂચનાનું પાલન નહી કરાય તો જે તે કર્મચારીવિરુધ્ધ પગલાં લેવામાં આવશે.જોકે,

આ કચેરીના કર્મચારીઓએ | લેખિત અરજી કરી હતીકે, તા.૫મીએ બપોરે બે વાગે દાળવડા મંગાવવાના હોઇ મંજૂરી આપવા નમ્ર વિનંતી છે. ઉલ્લેખનીય છેકે, રાજ્યવેરા કમિશનરની કચેરીમાં દાળવડા મંગાવવાની અરજીમાં | વર્ગ ૨-૩ના ૧૧ કર્મચારીઓ સહીઓ | કરી લેખિત અરજી કરી હતી. આ અરજી સોશિયલ મિડીયામાં ખૂબ વાયરલ થઇ રહી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજકોટમાં 8 વર્ષની બાળકીનું ગેંગરેપ વિથ મર્ડર, પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી