Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વર્લ્ડ કપ જોવા માટે મેટ્રોથી સ્ટેડિયમ સુધી કેવી રીતે જવું, સરળ પડશે

Ahmedabad metro rail facility
, ગુરુવાર, 5 ઑક્ટોબર 2023 (11:49 IST)
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ICC ક્રિકેટ વર્લ્ડ કપને લઈને લોકોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. શહેરભરમાં દિવાળી જેવો માહોલ છે.

આજે નમો સ્ટેડિયમમાં વર્લ્ડકપની ઓપનિંગ મેચ રમાશે. ગત વખતની ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને રનરઅપ ન્યુઝીલેન્ડ વચ્ચે બપોરે 2 વાગ્યાથી મુકાબલો જામશે. તારીખ 5,14 ઓક્ટોબરના રોજ અને નવેમ્બર મહિના તારીખ 4,10,19 ના રોજ વર્લ્ડ કપની ફાઇનલ સહિત પાંચ મેચ રમાશે. ત્યારે સવારે 11 થી રાત્રે 12 સુધી કેટલાક રૂટને ડાયવર્ઝન કરાયા છે.
 
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફના કેટલાક રસ્તા બંધ રાખવામાં આવશે. જેથી લોકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે. જેમાં મેચને લઈને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફના કેટલાક રસ્તા બંધ રાખવામાં આવશે. જેથી લોકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે.  પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં પણ સૌથી શ્રેષ્ઠ ઉપાય તરીકે મેટ્રો ટ્રેન છે. કેમ કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન માત્ર 100 મીટર જ દૂર છે. જો લોકો પોતાનું વાહન અથવા AMTS કે BRTSમાં પણ આવે તો તેઓને 1થી 2 કિમી ચાલીને આવવું પડે તેમ છે, પરંતુ મેટ્રો સ્ટેશન માત્ર 100 મીટર જ દૂર છે
 
 જો પૂર્વ વિસ્તારમાંથી અને એસજી હાઇવે તરફના વિસ્તારમાંથી આવો છો તો ઇન્કમટેક્સ સ્ટેશનથી ટ્રેન બદલવી જ પડશે અને મોટેરા સ્ટેડિયમ જતી ટ્રેનમાં બેસીને સ્ટેડિયમ સુધી પહોંચી શકાશે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપ દરમિયાન પાણીની બોટલ, નાસ્તો લઈ જવા પર પ્રતિબંધ