Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 13 April 2025
webdunia

Vastu Tips - એક વાડકી પાણીથી દૂર થઈ શકે છે ઘરની નેગેટિવિટી

Vastu Tips
, મંગળવાર, 12 જૂન 2018 (10:48 IST)
જો કોઈ વ્યક્તિને ઘરની નકારાત્મકતાને કારણે પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે તો જ્યોતિષ અને વાસ્તુમાં બતાવેલ ઉપાય કરવાથી લાભ મળી શકે છે. વેબદુનિયા  વાસ્તુ શાસ્ત્ર નકારાત્મકતા દૂર કરે છે અને ઘરમાં સકારાત્મક વાતાવરણ બનાવવામાં મદદ કરે છે. 
 
વેબદુનિયાના વાસ્તુ વિશેષજ્ઞ મુજબ જાણો ઘરની નેગેટિવિટી દૂર કરવાના ઉપાય.. 
 
પ્રથમ ઉપાય - રોજ સવારે એક વાડકી પાણીને સ્વચ્છ કરી તેમા પાણી ભરો અને તેમા તુલસીના પાન નાખી દો. ત્યારબાદ આ પાણીને ઘરમાં ખૂણે ખૂણે છાંટો. આ દરમિયાન ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ કરતા રહેવુ જોઈએ તુલસીના પાણીથી ઘરની નકારાત્મકતા ખતમ થઈ શકે છે અને વાતાવરણ પવિત્ર થઈ શકે છે. વિષ્ણુ મંત્ર : ૐ નમો ભગવતે વાસુદેવાય. વેબદુનિયા
 
બીજો ઉપાય - જો ઘરના કોઈ સભ્યને ખરાબ સપના સતાવે છે તો સૂતા પહેલા રૂમમાં ઘી માં કપૂર નાખીને પ્રગટાવવો જોઈએ. આવુ કરવાથી રૂમની નેગેટિવિટી ખતમ થાય છે અને ઉંઘ સારી આવે છે. ખરાબ સપનાનો ભય નથી રહેતો. વેબદુનિયા
 
ત્રીજો ઉપાય - રાત્રે સૂતી વખતે ઘરના દરેક ખૂણામાં થોડુ આખુ મીઠુ મતલબ મીઠાના ગાંગડા કાંચની વાડકી કે કોઈ અન્ય વાસણમાં ભરીને મુકી દો. વેબદુનિયા  સવારે ઉઠ્યા પછી મીઠાને એકત્ર કરીને પાણીમાં વહાવી દો.  આ ઉપાય રોજ કરવાથી મીઠુ આખા ઘરની નકારાત્મકતા ગ્રહણ કરી લે છે અને સકારાત્મકતા વધારે છે. 
 
ચોથો ઉપાય - રોજ સવાર-સાંજ ઘરમાં પૂજા કરતી વખતે શંખ અને ઘંટી જરૂર વગાડો. શંખમાં પાણી ભરીને આખા ઘરમાં છાંટો.  ઘરમાં શંખનુ પાણી છાંટવાથી નેગેટિવિટી ખતમ થાય છે અને દૈવીય શક્તિઓનો વાસ થાય છે. વેબદુનિયા
 
સૂચના - આ આર્ટીકલની સામગ્રી કોપીરાઈટ છે. કોઈપણ અન્ય વેબસાઈટ પર જો કોપી કરેલ જોવામાં આવશે તો વેબદુનિયા તરફથી કોપીરાઈટનો કેસ કરવામાં આવશે. 

 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જાણો શું શુભ સંયોગ લાવી છે આજે તમારી રાશિ 12/06/2018