આ વખતે બજેટથી સરકારે અમીરોથી લઈને મિડલ ક્લાસ સુધીના લોકોના ખિસ્સાનો ભાર વધાર્યો છે. બજેટ દ્વારા તમને પેટ્રોલ-ડીઝલના ભાવમા ઝટકો લાગી ચુક્યો છે. પેટ્રોલ અઢી રૂપિયા અને ડીઝલ 2 રૂપિયા 30 પૈસા મોંઘુ થયુ છે. આ ઉપરાંત આ બજેટ શ્રીમંતો માટે ટેક્સની સૌથી મોટી માર લઈને આવ્યુ છે. ઈનકમ ટેક્સ પર કોઈ નવી રાહત નથી. અંતરિમ બજેટમાં જે થઈ ચુક્યુ છે એ જ ચાલી રહ્યુ છે. ગરીબો માટે જે યોજનાઓ ચાલી રહી છે તેને પણ ચાલુ રાખવામાં આવી. એક રીત શ્રીમંતો પર ટેક્સ, ગરીબોને આશા અને મિડલ ક્લાસ માટે હાલ રાહ જુઓ, આ બજેટનો સાર છે. આ 8 પોઈંટ્સ દ્વારા સમજો આ બજેટથી તમારા જીવન પર શુ પડશે અસર
1. ઈનકમ ટેક્સ સ્લૈબમાં કોઈ ફેરફાર નહી કરવામાં આવ્યો. અંતરિમ બજેટમાં જે એલાન કરવામાં આવ્યુ હતુ તે ચાલુ રાખવામાં આવ્યુ છે.
2. 5 લાખ રૂપિયા સુધીની આવકવાળાને કોઈ ટેક્સ નહી લાગે 5 લાખથી ઉપરની આવકવાળાને જૂના દરના હિસાબથી જ ટેક્સ આપવો પડશે.
3. પહેલુ ઘર ખરીદવા માટે ઉત્સાહિત કરવા માટે હોમ લોનના વ્યાજવાળી ઈનકમ ટેક્સ છૂટને 2 લાખથી વધારીને 3.5 લાખ રૂપિયા કરવામાં આવી છે.
4.જો આગામી વર્ષે માર્ચ સુધી તમે 45 લાખ રૂપિયા સુધીનુ ઘર ખરીદો છો તો તેના લોન પર આપવામાં આવેલ વ્યાજમાં સાઢા 3 લાખ રૂપિયા સુધીની ઈનકમ ટેક્સ છૂટ લઈ શકો છો.
5. જો તમે કોઈ ઈલેક્ટ્રિક ગાડી ખરીદવા માટે લોન લો છો તો ફરી એ લોન પર આપવામાં આવેલ વ્યાજમાં દોઢ લાખ રૂપિયા સુધીનો વધુ ટેક્સ છૂટ લઈ શકો છો
6. ઈનકમ ટેક્સ રિટર્ન ભરવા માટે જો તમારી પાસે પૈન કાર્ડ નથી, તો હવે તમે આધાર કાર્ડનો પણ ઉપયોગ કરી શકો છો.
7. ગોલ્ડ અને બીજા કિમતી મેટલ મોંઘા થશે. કારણ કે ઈપોર્ટ ડ્યુટી 10 ટકા વધીને સાઢા 12 ટકા કરવામાં આવી છે. ચીન પછી ભારત ગોલ્ડની સૌથી વધુ આયાત કરનારો દેશ છે અને ઈંપોર્ટ ડ્યુટી એ માટે વધારવામાં આવી છે જેથી આતા-નિકાસની ખોટ ઓછી કરી શકાય.
8. પેટ્રોલ અને ડીઝલ પર એક રૂપિયાનો વધુ ઉત્પાદ ફી અને એક રૂપિયાનો રોડ-ઈંફ્રાસ્ટ્રકચર સેસ લગાવવામાં આવ્યો છે. આ જ કારણથી આજથી પેટ્રોલ અઢી રૂપિયા અને ડીઝલ 2 રૂપિયા 30 પૈસા મોંઘી થઈ ગયુ છે.