Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના પોપટલાલ (શ્યામ પાઠક) એ પરિવાર સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાત લીધી

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા
, શુક્રવાર, 2 જુલાઈ 2021 (15:12 IST)
સ્ટેચ્યુ ઓફ યુનિટી હવે દેશ વિદેશ માં પ્રસિદ્ધિ પામી રહ્યું છે વર્ષ 2018 માં સ્ટેચ્યુ ઓફ યુનિટી નું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના હસ્તે કરવામાં આવ્યું હતું ત્યારબાદ આ 3 વર્ષ માં 50 લાખ થી વધુ લોકો એ મુલાકાત લીધી છે જેમાં વર્ષ 2019 માં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની સમગ્ર ટીમ એ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પતંગ ઉત્સવ ની પણ મજા માણી હતી તારક મહેતા ના ડાયરેક્ટર અસિતકુમાર મોદી એ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર માં શૂટિંગ પણ કર્યું હતું હાલ કૂરના કાળ માં મહારાષ્ટ્ર સરકાર દ્વારા લોકડાઉન આપવામાં આવ્યું હતું ત્યારે શૂટિંગ કરવાની મંજૂરી પણ નોહતી આપી જેના માટે ગુજરાત ના દમણ ખાતે એક મહિના થી તારક મહેતા નું શૂટિંગ એક ખાનગી રિસોર્ટ ખાતે ચાલી રહ્યું હતું ત્યારે આજે તારક મહેતા ના શ્યામ પાઠક એટલે કે શ્યામ પાઠક પોતાના પરિવાર સાથે સ્ટેચ્યુ ની મુલાકાતે આવ્યા હતા આમ તો 2019 માં શ્યામ પાઠક (પોપટલાલ) પણ શૂટિંગ માટે આવ્યા હતા સ્ટેચ્યુ ઓફ યુનિટી થી પ્રભાવિત થઈ ને ફરી થી લગભગ 3 વર્ષ બાદ પરિવાર સાથે ફરી થી સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાત લીધી હતી સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઈને મંત્રમુગ્ધ થઈ ગયેલા પોપટલાલ એટલે કે શ્યામ પાઠક એ જણાવ્યું હતું કે આ એક વિરાટ પુરુષ ની વિરાટ પ્રતિમા છે જેને જોવા માટે વારે વારે આવાનું મન થાય છે જયારે સરદાર વલ્લભભાઈ પટેલ ના દિલ માંથી એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ની વ્યુઇંગ ગેલેરી માંથી ગુજરાત ની જીવાદોરી નર્મદા ડેમ નો નજારો પણ અદભુત લાગી રહ્યો હતો સ્ટેચ્યુ ઓફ યુનિટી ની આજુબાજુ સાતપુડા ની ગિરિમાળા હાલ ચોમાસાની ઋતુ માં "હરિ હરિ વસુંધરા"નો નજારો જાણે ત્યાં થી જાણે હટાવા નું મન જ ન થાય તેવો લાગી રહ્યો હતો  પરિવાર ઘણા સમય થી લોકડાઉન માં હતા હાલ કોરોના કાળ ગુજરાત માં થોડો હળવો થયો છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવાની ઈચ્છા પરિવારે પ્રગટ કરી હતી ઓનલાઈન ટીકીટ બુક કરાવી ને પરિવાર સાથે સ્ટેચ્યુ ની મુલાકાત લીધી છે પરિવાર ને પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઈને ખૂબ જ આનંદ થયો છે ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી તો વિશ્વ ની સૌથી ઊંચી પ્રતિમા છે જ પણ ત્યાં જંગલ ખાતા દ્વારા બનાવવામાં આવેલ સરદાર પટેલ જુઓલોજીકલ પાર્ક પણ ખૂબ સરસ છે જ્યારે બાળકો માટે બનાવવામાં આવેલ ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક ના પણ શ્યામ પાઠક ( પોપટલાલ) ખૂબ વખાણ કર્યા હતા આમ તો અહીં ના તમામ પ્રોજેક્ટ એક અજાયબી જેવા જ છે અને અહીં ફરી આવાનું મન થાય તેવા પ્રોજેકટ રાજ્ય સરકાર એ નિર્માણ કર્યા છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

એક્ટ્રેસ યામી ગૌતમને ED નું તેડું, 7 જુલાઈને હાજર થવો પડશે