Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુરતની 22 વર્ષની દિપાલીએ 22 વર્ષનું સપનું સાકાર કર્યું, અમેરિકામાં પાઇલટ બની

dipali surat pilot
, મંગળવાર, 30 જાન્યુઆરી 2024 (16:56 IST)
dipali surat pilot


- પ્રોફેશનલ પાઈલટ બનવાની ઊંચી ઉડાન ભરી 
- 22 વર્ષીય દીકરી દિપાલીએ યુએસએના કેલિફોર્નિયામાં શિફ્ટ થઇ
- રાણા સમાજની પહેલી પાઈલટ 
 
મૂળ સુરતની યુવતીએ માત્ર 22 વર્ષની ઉંમરે યુએસએના કેલિફોર્નિયાથી પ્રોફેશનલ પાઈલટ બનવાની ઊંચી ઉડાન ભરી છે. યુવતીએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરી નામના મેળવી છે. તળ સુરતના બેગમપુરાના મુંબઇવડના વતની સંજય દાળિયાની 22 વર્ષીય દીકરી દિપાલીએ યુએસએના કેલિફોર્નિયામાં શિફ્ટ થઇ પ્રોફેશનલ પાઇલટ બનવાનું લાઈસન્સ મેળવ્યું છે.

દિપાલીએ ધો.10 સુધીનો અભ્યાસ અઠવાગેટની વનિતાવિશ્રામ સ્કૂલમાં કર્યો છે. ત્યારબાદ વર્ષ 2017માં માતા-પિતા અને ભાઇ સાથે તેણી યુએસએ શિફ્ટ થઇ હતી. માતા-પિતા અને ભાઇ ન્યૂ જર્સીમાં રહેતાં હતાં તો દિપાલી પાઈલટ બનવાનાં અરમાનો સાથે કેલિફોર્નિયામાં એકલી સ્થાયી થઇ હતી. આખરે અનેક મહેણાં-ટોણાં તથા પડકારોનો સામનો કરી દિપાલીએ પાઇલટ બનવાનું સપનું સાકાર કર્યુ છે.પ્રોફેશનલ પાઇલટ બન્યા પછી પહેલી વખત વતન સુરત આવેલી દિપાલીનું ઉષ્માભેર સ્વાગત કરાયું હતું. પરિવારના સભ્યો જ નહિ સમાજમાં પણ હરખ છવાયો હતો. રાણા સમાજની પહેલી પાઈલટ હોઇ સમાજના આગેવાનો દ્વારા દિપાલીનું સન્માન કરી હજુ વધુ ઊંચી ઉડાન ભરે તેવી શુભેચ્છા પાઠવાઈ હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બનાસકાંઠામાં કોલ્ડ સ્ટોરેજના ભાડામાં વધારો થતા ખેડૂતો રોષે ભરાયા