દેશભરમાં ફેલાઇ રહેલો કોરોના વાઇરસના સંક્રમણને નિયંત્રણમાં રાખવા ગુજરાત સરકારના વાહન વ્યહવહાર વિભાગ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને મહત્વાનો નિર્ણય લેવામાં આવ્યોર છે. આ અંગે રાજ્ય વાહન વ્યવહાર કમિશનરશ્રીની કચેરીની અખબારી યાદીમાં જણાવ્યાનુસાર, તા. ૩૧-૦૩-૨૦૨૦ સુધી અન્યે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી ગુજરાતમાં આવતી પેસેન્જાર બસો, ટેક્સી કેબ અને મેક્સી કેબ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો્ છે. આ નિર્ણયથી ગુજરાત રાજ્ય બહારથી આવતી તમામ પેસેન્જેર બસો, ટેક્સી કેબ અને મેક્સી કેબ ગુજરાત રાજ્યમાં આજથી પ્રવેશી શકશે નહીં.
આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં નોંધાયેલ ગુજરાત પાસિંગ પેસેન્જ્ર બસો, ટેક્સી કેબ અને મેક્સી કેબ તા.૨૫-૦૩-૨૦૨૦ સુધી રાજ્યની અંદર પણ મુસાફરોની હેરફેર કરી શકશે નહીં, પરંતુ કોરોના વાઇરસના નિયંત્રણની કામગીરીમાં રોકાયેલ ઇમરજન્સીજ – મેડિકલ સર્વિસીસ અને અંગત વપરાશ માટેના વાહનો અને સરકારી ફરજમાં રોકાયેલા વાહનોને આ નિર્ણયથી મુક્તિ આપવામાં આવેલ છે.
ગુજરાત રાજ્યમાં દરરોજ મહારાષ્ટ્ર , રાજસ્થામન અને મધ્યે પ્રદેશની પેસેન્જર બસો દ્વારા મોટી સંખ્યાયમાં મુસાફરોની હેરફેર થાય છે. આ હેરફેરથી કોરાના વાઇરસના સંક્રમણને નિયંત્રણમાં લેવા માટે ગુજરાત સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.